Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પોતાની હારની ઇમાનદારીપૂર્વક સમિક્ષા કરવાની જાહેરાત કરતી કોંગ્રેસ

પાંચ રાજયોના પરાજય અને આંતરિક ડખ્ખાને ધ્યાને રાખી

નવી દિલ્હી, તા.૮: પાંચ રાજય વિધાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસની દુર્દશા પર પક્ષમાં આંતરિક ઉકળાટને જોતા પ્રમુખ સોનિયા ગાંધીએ હારની ઇમાનદારીપુર્વક સમિક્ષા કરવાની વાત કરી છે. તેમણે એ જાહેરાત પણ કરી કે હાર પર ચર્ચા માટે કોંગ્રેસ કાર્યકારણીનીની બેઠક હજુ જલ્દી બોલાવવામાં આવશે. સોનિયાએ પક્ષની હારને માની ન શકાય તેવી અને નિરાશાજનક ગણાવતા પ્રયત્ન પણ કર્યો. ચુંટણીની હાર બાબતે કાર્યકારીણીની બેઠક બોલાવવામાં અસંતોષના સ્વર ગંભીર થવાની શંકાના પરિણામરૂપે જોવાઇ રહયા છે.

જો કે કેરળ અને આસામમાં પક્ષ જે રીતે ફરી એકવાર સત્તાથી બહાર રહી ગયો અને બંગાળમાં તેનો સફાયો થયો છે તે જોતા કોંગ્રેસની વાતથી સંતુષ્ઠ થઇ જાય તેવી શકયતા ઓછી છે. પક્ષના અસંતુષ્ઠ નેતાઓના જુથ જી-૨૩ દ્વારા સતત સંકેતો અપાઇ રહયા છે કે પાંચ રાજયોના પરિણામોએ કોંગ્રેસના બહારના અને આંતરિક રાજકીય સંકટને ઘણું વધારી દીધું છે. કમિટી બનાવીને મુદાઓને ટાળવાની નીતિ નહીં ચાલે કેમ કે પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. એટલે કાર્યકારિણીએ હારની સમિક્ષા કરવી પડશે એટલું જ નહીં પણ જવાબદારી પણ નક્કી કરવી પડશે. અને તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ એ છે કે કોંગ્રેસને ડૂબતી બચાવવા માટે સંગઠનના માળખામાં વ્યાપક ફેરફારથી માંડીને સંસદીય બોર્ડની રચના જેવા મહત્વના નિર્ણયો લેવા પડશે. જો કોંગ્રેસ પોતાની રાજકીય સ્થિતી અને ભૂમિકા બંને તાત્કાલિક સ્પષ્ટ નહીં કરે તો તે કયાંયની નહીં રહે.

(3:18 pm IST)