Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૨૦ દિવસમાં બમણી

વર્લ્ડોમીટર અનુસાર દેશમાં ૨૭ લાખથી વધારે દર્દીઓ ૧૦ રાજયોમાં

નવી દિલ્હી, તા.૮: ભારતમાં કોરોનાનો કહેર સતત વધતો જયા છે. છેલ્લા ૨૦ દિવસમાં દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે.

વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં ૬ઠ્ઠી મીએ સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિતોનો આંકડો ૩૬,૪૫,૧૬૪નો હતો, જયારે ૧૭ એપ્રિલે સક્રિય દર્દીઓની સંખ્યા ૧૮,૦૦,૧૯૯ હતી. દેશમાં ૨૭ લાખથી વધારે સક્રિય દર્દીઓ ૧૦ રાજયોમાં છે. સક્રિય કેસોની બાબતમાં પાંચમાં નંબર પર છે.

યુનિસેફે ભારતની વર્તમાન સ્થિતીને ચિંતાજનક ગણાવી છે. યુનિસેફની એકઝીકયુટીવ ડાયરેકટર હેનરીટા ફોર એ કહયું કે ભારતમાં કોવિડ-૧૯ની ભયાનક સ્થિતી બધા માટે ચેતવણીરૂપ છે અને તેનો પડઘો ત્યાં સુધી સંભળાતો રહેશે, જયાં સુધી દુનિયા ભારતની મદદ માટેના પગલા નહીં લે.

(12:37 pm IST)