Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દર્દીના ઇલાજ પર થઇ રહેલા ભારે ખર્ચને ધ્યાને રાખી

રોકડ લેવડ-દેવડની મર્યાદા ૨ લાખથી વધારવા તૈયારીઃ સરકારે જણાવ્યું સુપ્રિમ કોર્ટને

નવી દિલ્હી, તા.૮: કોરોનાના દર્દીઓની સારવાર પર થઇ રહેલા ભારે ખર્ચને ધ્યાનમાં રાખીને બે લાખ રૂપિયાથી વધારેની રોકડો લેવડ દેવડ પર છૂટ આપવા બાબતે સક્રિય વિચારણા થઇ રહી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ માહિતી કોર્ટમાં આપી છે.

જસ્ટિસ વિપીન સાંધી અને રેખા પલ્લવીની બેંચે ત્યાર પછી નાણાં મંત્રાલય તરફથી રજૂ થયેલ વકીલને આ બાબતે લેવાનાર નિર્ણયની સોમવારે થનારી સુનાવણીમાં જાણ કરવા કહયું છે. સરકાર તરફના વકીલે બેંચને જણાવ્યું કે બે લાખ રૂપિયા સુધી રોકડ લેવડ દેવડની મર્યાદામાં છૂટનો મુદો ઉઠાવાયો છે અને તેના પર સક્રિયરૂપે વિચાર કરાઇ રહયો છે.

કોર્ટ આવકવેરા અધિનિયમની કલમ ૨૬૯ એસટીને સ્થગિત કરવાીન માંગણી સાથેની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજી અનુસાર, આ કલમ હેઠળ બેંક ચેક, ડ્રાફટ અથવા ઇલેકટ્રોનિક ટ્રાંઝેકશન સિવાય કરી શકાતું. હાઇકોર્ટમાં મનીષા ગુપ્તાએ અરજી દાખલ કરીને કહયું છે કે મહામારી દરમ્યાન બે લાખ રૂપિયાથી વધારે રોકડ લેવડ દેવડની મર્યાદા હોસ્પિટલમાં દર્દીઓને સારવારમાં અડચણ ઉભી કરી રહી છે.

(11:44 am IST)
  • રાજકોટમાં કેરીના ધંધાર્થીઓને ત્યાં ફૂડ શાખા ત્રાટકી : કાર્બાઈડથી કેરી પકાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ચાલુ access_time 12:35 pm IST

  • ગાંધીનગરમાં પણ આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ થ્રુ રસીકરણ : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી એક્ઝીબિશન ગ્રાઉન્ડ ખાતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે કોરોનાની રસી access_time 9:48 pm IST

  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST