Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દેશમાં કડક નિયમો અપનાવીશું તો નહીં આવે ત્રીજી લહેર :સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું મોટું નિવેદન

જો આપણે કડક ઉપાય કરીશું તો ત્રીજી લહેર દેશના દરેક જગ્યાએ નહીં આવે: વિજયરાઘવન

નવી દિલ્હી : ભારત સરકારના પીઢ વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર વિજયરાઘવને કહ્યું હતું કે, જો કેટલાક કડક નિયમ અપનાવીએ તો કોરોનાની ત્રીજી લહેરથી દેશને બચાવી શકીશું.

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો જરૂરી પગલા લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરથી રાષ્ટ્રને બચાવી શકાશે. આ સાથે જ તેમણે સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાની પણ અપીલ કરી હતી

એમણે એવું પણ કહ્યું કે, સરકાર દ્વારા નક્કી કરેલ ગાઇડલાઈનનું પાલન કરીશું. તો ઓછી જગ્યા પર ત્રીજી લેહેર આવશે અને કદાચ કોઈ પણ જગ્યા પર ના પણ આવે. થોડા દિવસ પેહલા રાઘવન દ્વારા કેહવામાં આવ્યું હતું કે દેશમાં ત્રીજી લહેર આવવાનું નક્કી છે .

ભારત સરકારના પર્મુખ સલાહકાર પ્રોફેસર વિજયરાઘને કોરોના વાઇરસથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશન મ્યુકોરમાઇસીસના કેસોને લઈને કહ્યું હતું કે એના પર નજર રાખી રહ્યા છીએ. જો આપણે કડક ઉપાય કરીશું તો ત્રીજી લહેર દેશના દરેક જગ્યાએ નહીં આવે.

સરકારે કહ્યું હતું કે મહારાસ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં એક લાખથી પણ વધારે કોરોના વાઇરસના દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે કહ્યું કે કર્ણાટક,કેરળ, તમિલનાડુ, પ.બંગાળ, રાજસ્થાન અને બિહાર આ રાજ્યો સામેલ છે. જ્યાં રોજના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  

(10:06 am IST)