Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પાકિસ્તાનના સૂર બદલાયા

કલમ ૩૭૦ ભારતનો આંતરિક મામલો છે

નવી દિલ્હી, તા.૮: ભારત- પાકિસ્તાનમાં બેક ચેનલ વાર્તાના રિપોર્ટની વચ્ચે કાશ્મીર પર પાકિસ્તાની સૂર નરમ થયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ કે કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવું ભારતનો આંતરિક મામલો છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કુરૈશીના અનુચ્છેદ ૩૭૦ના ભારતનો આંતરિક મામલો ગણાવતા કહ્યુ કે તે નિર્ણયને ભારતના  સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે.  તેમણે કહ્યુ કે તે હિસાબથી અનુચ્છેદ ૩૭૦ એટલો મહત્વનો નથી. તેમને પૂછવામાં આવ્યુ કે પાકિસ્તાન માટે શુ મહત્વપૂર્ણ છે. આના પર તેમણે કહ્યું કે અનુચ્છેદ ૩૫એ. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાન માટે ૩૫ એ મહત્વનું છે. કેમ કે આના માધ્યમથી ભારત કાશ્મીરની જનસંખ્યાને બદલવાનો પ્રયાસ કરી શકે છે. હકિકતમાં ૩૫એ રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં ૧૯૫૪માં સામેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરનો વિશેષ અધિકાર મળ્યો હતો.

(10:55 am IST)