Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

એક -બે વખત નહીં પણ ચાર ચાર વખત થયો સંક્રમિત : યુવાને હિંમતભેર સામનો કરી ચાર વખત કોરોનાને હરાવ્યો

કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવુ જરુરી;મને પ્રોટોકોલનુ પાલન નહીં કરવાથી જ કોરોના થયો હતો. યોગેન્દ્ર બૈસોયા

નવી દિલ્હી : કોરોનાના મહામારી વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જેમને એક વખત કોરોના થઈ ચુકયો હોવા છતા ફરી સંક્રમિત થયા છે.

દિલ્હી નજીક આવેલા ખેરપુર ગામના 37 વર્ષીય યોગેન્દ્ર બૈસોયા કોરોનાને એક વખત નહીં પણ ચાર ચાર વખત હરાવી ચુક્યા છે.દરેક વખતે હિંમતપૂર્વક તેમણે કોરોનાનો સામનો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક કંપનીમાં નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રને ગયા વર્ષે જૂનમાં પહેલી વખત કોરોના થયો હતો.એ પછી સપ્ટેમ્બરમાં ફરી તેઓ સંક્રમિત થયા હતા.14 દિવસ બાદ તેમણે ફરી ટેસ્ટ કરાવ્યો તો તેઓ ફરી પોઝિટિવ આવ્યા હતા. એ પછી એક મહિનાની સારવાર બાદ તેઓ સાજા થયા તા.

ત્રીજી વખત તેઓ જાન્યુઆરીમાં અને ચોથી વખત એપ્રિલમાં કોરોનાના સપાટામાં આવી ગયા હતા.આ દરમિયાન તેમને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે તેમણે હિંમત હારી નહોતી.યોગેન્દ્ર સ્વીકારે છે કે, દરેક વખતે હું મારી પોતાની બેદરકારીના કારણે કોરોનાના સપાટામાં આવ્યા હતો પણ મારુ નસીબ સારુ છે કે, દરેક વખતે હું બચી ગયો છું.

તેમણે એક અખબાર સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવુ જરુરી છે. મને પ્રોટોકોલનુ પાલન નહીં કરવાથી જ કોરોના થયો હતો. એક વખત હું દોસ્તો સાથે રેસ્ટોન્ટમાં ભોજન કરવા જતો રહ્યો હતો તો એક વખત ચંદીગઢ ફરવા જતો રહ્યો હતો. એક વખત ભીડવાળી જગ્યાએ જવાથી કોરોના થયો હતો.

તેમનુ કહેવુ છે કે, ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવુ જરુરી છે.જો થોડા પણ લક્ષણ દેખાત તો ટેસ્ટ કરાવવાની અને તરત જ સારવાર ચાલુ કરી દેવી જરુરી છે.

(9:26 am IST)