Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજસ્થાનના જાલોરમાં બોરવેલમાં પડી ગયેલ ચાર વર્ષના બાળકને બચાવાયો

16 કલાકની જહેમત બાદ 90 ફૂટ ઊંડા બોરમાં પડેલ બાળકને બહાર કઢાયો

જોધપુર : રાજસ્થાનના જાલોરમાં એક ચાર વર્ષનો છોકરો ૯૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. ૧૬ કલાકની મહેનત પછી આખરે એ બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાળક રમતા રમતા બોરમાં પડી ગયો હતો. સ્થાનિક સરકારે ઓક્સિજન છોડીને બાળકને અંદર ઓક્સિજન મળતો રહે તેવી વ્યવસ્થા કરી હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ ટૂકડીએ માધારામ સુથાર નામના કારીગરની મદદથી બાળકને બહાર કાઢ્યો હતો.

માધારામ સુથારે એવી દેશી પદ્ધતિ બનાવી હતી. મોડી રાત સુધી ઘટનાસ્થળે કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. છેક મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી હતી. એ પછી બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને જરૃરી ચેકઅપ કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)