Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

દિલ્હીની પૂર્ણ રાજ્યની માંગ સ્વીકારશે તેને પીએમ તરીકે સમર્થન આપીશું: કેજરીવાલની મોટી જાહેરાત

રાહુલ પીએમ મોદીને પ્રેમ કરી શકે છે હું એવી વ્યક્તિને પ્રેમ ન કરી શકું જે બંધારણ સાથે રમત કરે, રમખાણો કરાવે.

નવી દિલ્હી ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે તે વડાપ્રધાન બનવા માંગતા નથી.એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે નેતા દિલ્હીની પૂર્ણ રાજ્યની માંગ સ્વીકારશે, તેમનું વડાપ્રધાન તરીકે સમર્થન કરીશું. જો રાહુલ ગાંધી પણ પીએમ બને તો પૂર્ણ રાજ્યની માંગ પર જ તેમને સપોર્ટ કરીશું.
    અરવિંદ કેજરીવાલે અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે તે વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે. જોકે, આ મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાહુલ પીએમ મોદીને પ્રેમ કરી શકે છે પરંતુ હું એવી વ્યક્તિને પ્રેમ ન કરી શકું જે બંધારણ સાથે રમત કરે, રમખાણો કરાવે.

(9:36 pm IST)