Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી અગ્રણી તથા ડોનર સુશ્રી કંચના પુલાને ''લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'': ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC)ના ઉપક્રમે ન્યુયોર્કમાં યોજાયેલા સત્કાર સમારંભમાં સુશ્રી કંચના તથા શ્રી જગદીશન પુલાનું બહુમાન કરાયું

ન્યુયોર્કઃ યુ.એસ.માં હિકસવિલ્લે ન્યુયોર્ક મુકામે ગયા મહિને ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC)ના ઉપક્રમે મળેલા સત્કાર સમારંભમાં કોમ્યુનીટી લીડર તથા ડોનરઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કંચના પુલાન લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

સુશ્રી કંચના તથા શ્રી જગદીશન પુલા એશિઅન એરા એન્ડ અક્ષરમ મેગેઝીનના કો-ચેર છે તેમણે હાર્વર્ડ તામિલ ચેર ફંડમાં ડોનેશન આપેલું છે. તેમજ સુશ્રી કંચનાએ ન્યુયોર્ક તામિલ સંગમના પ્રેસિડન્ટ  તરીકે વર્ષો સુધી સેવાઓ આપેલી છે. તથા હાલમાં તેઓ તેના એડવાઇઝર તરીકે કાર્યરત છે. તેઓ FeTNAના લાઇફટાઇમ મેમ્બર છે. તથા યુ.એસ.માં ઇન્ડિયન કોમ્યુનીટી માટે વિવિધધ સેવાઓ આપવા બદલ અનેક એવોર્ડથી સન્માનિત થયેલા છે.

(8:48 pm IST)