Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

યુ.કે. સ્થિત ભારતીય મૂળના બેંક કર્મચારી ૩૩ વર્ષીય તમિન્દર વિરડીને ૩ વર્ષ અને ૬ માસની જેલસજાઃ બેંકમાં આવતા મોટી ઉંમરના ગ્રાહકોના ખાતામાંથી ૩ લાખ ૯૦ હજાર પાઉન્ડની ઉઠાંતરીઃ બેંક ફ્રોડમાં સાથ આપનાર અન્ય ૨ જોડીદારને પણ ૪ અને ૫ વર્ષની જેલ

લંડનઃ યુ.કે. સ્થિત ભારતીય મૂળના બેંક કર્મચારી ૩૩ વર્ષીય તમિન્દર વિરડીને ૩ વર્ષ અને ૬ માસની જેલસજા થઇ છે.

બેંકમાં આવતા મોટી ઉંમરના ગ્રાહકોના ખાતામાંથી નાણાં ઉપાડી લઇ અન્ય બનાવટી ખાતાઓમાં ૩ લાખ ૯૦ હજાર પાઉન્ડ જમા કરાવી ઉઠાંતરી કરવા સબબ તેને ઉપરોકત સજા ફરમાવાઇ છે.

 તેમજ તેના જોડીદારો તરીકે આ ફ્રોડમાં સાથ આપનાર ૩૬ વર્ષીય અબુબકર સલીમને ૪ વર્ષની તથા ૪૦ વષી૪ય બાબર હુસેનને પાંચ વર્ષની જેલસજા ફરમાવાઇ છે. જે લંડનની ક્રાઇન કોર્ટએ ૬ સપ્તાહની ટ્રાયલ બાદ ફરમાવી હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)