Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભાજપ પશ્ચિમ બંગાળમાં ર૩ સીટો જીતશે : અમિતશાહનો દાવો

નવીદિલ્હી,તા.૮: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક મુલાકાતમા દાવો કરતા જણાવ્યુ હતુ કે ભાજપને પશ્વિમ બંગાળની ૪૨ સીટમાથી ૨૩ સીટો મળશે.અને આ વખતે ભાજપને ૨૭૨ કરતા પણ વધુ સીટો મળશે.તેમણે દાવો કરતા વધુમા જણાવ્યુ હતુ કે પ.ંબંગાળના કેટલાંક વિસ્તારમા ભાજપનો જનાધાર વધી ગયો હોવાથી આ વખતે ભાજપ ૨૩ સીટ પર વિજેતા બનશે. તે નકકી છે.

તેમણે વધુમા જણાવ્યુ હતુ કે દરેક વ્યકિતને લોકશાહીમા તેના સ્વપ્ન જોવાના અધિકાર છે તેથી દીદી પણ બંગાળમા ૪૨ સીટ માગતા નથી. કારણ જયશ્રી રામ કહેનારા લોકોને ગાળ અને જેલ મળે છે. આ તેમની માનસિકતા બતાવે છે. પણ કોઈ ગમે તેવો ડર ઉભો કરે જનતા ડરે તેવી નથી. ત્યારે મારો સવાલ એ છે કે મમતા બેનરજીને આખરે વાંધો શું છે. તેમણે જણાવ્યુ કે મોદી આંધી છે તેઓ મમતા સરકારને આંધીમા ઉડાવી દેશે.

અમિત શાહે વધુમા જણાવ્યુ હતુ કે મમતા બેનરજી રાજ્યમા ભાજપના સારા દેખાવથી ડરી ગયા છે અને તેથી જ તેઓ જે લોકો ભાજપની તરફેણ કરે છે તેવા લોકોને ડરાવવા પ્રયાસ કરી રહ્યા છે પણ આ હવે બહુ લાંબુ ચાલે તેમ નથી કારણ આ વખતે જનતા મમતા બેનરજીની મરજીથી ચાલવાના નથી. અગાઉ પણ મમતા બેનરજીએ ભાજપની યાાત્રા રોકવાનો પ્રયાસ કર્યો હતો તે તેમની માનસિકતા રજૂ કરે છે. પણ આ વખતની ચૂંટણીમા ભાજપ આ રાજ્યમા સારો દેખાવ કરી રહી છે તેથી ૫૦ ટકાથી પણ વધુ સીટો ભાજપને મળી શકે તેમ છે. બંગાળ દેશ માટે ખતરો બની ન જાય તે માટે હવે આ વખતે આ ચૂટણીમા રાષ્ટ્રવાદી લોકો જીતીને આવશે.

(2:46 pm IST)