Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભારતીય મૂળના ન્યુરોલોજીસ્ટ 69 વર્ષીય ગોપીનાથનને છૂટાછેડા મોંઘા પડ્યા : પૂર્વ પત્ની ક્રિસ્ટીને 25 મિલિયન સિંગાપોર ડોલર ચૂકવવાનો બ્રિટિશ કોલંબિયા કોર્ટનો હુકમ

ભારતીય મૂળના ન્યુરોલોજીસ્ટ 69 વર્ષીય ગોપીનાથન દેવથસન ને તેની પૂર્વ પત્ની ક્રિસ્ટી દેવથસનને તેના તથા બાળકોના નિભાવ તેમજ રહેણાંક માટે 25 મિલિયન સિંગાપોર ડોલર ચૂકવવાનો બ્રિટિશ કોલંબિયા કોર્ટએ હુકમ કર્યો છે.

બંનેના લગ્ન 1997 ની સાલમાં થયા હતા.બંનેએ પૂર્વ જીવનસાથી સાથે છૂટાછેડા લઇ લગ્ન કર્યા હતા.બાદમાં 2016 ની સાલમા પત્ની ક્રિસ્ટીએ છૂટાછેડાની માંગણી કરી હતી.પરંતુ ડોક્ટર તેને તથા સંતાનોને નિભાવ માટે એક પણ ડોલર આપવા માંગતા નહોતા તેમનું વર્તન પણ ઠપકાને પાત્ર હતું ડોક્ટરની કેનેડા ,અમેરિકા ,સહિતના દેશોમાં રહેલી સ્થાવર જંગમ મિલ્કત તથા રોકડ સહીત તમામ ચીજોને ધ્યાને લઇ કોર્ટએ તેમને ઉપરોક્ત રકમ પૂર્વ પત્નીને ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)