Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

બીઝનેસની તકો વધારવા

૧૦૦થી વધુ અમેરિકા કંપનીના પ્રતિનિધિઓ ભારતમાં

ભારત યાત્રા દરમિયાન પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી સિવાય, અમદાવાદ, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, બેંગ્લોર, અને હૈદરાબાદ પણ જશે

નવી દિલ્હી, તા.૮: ભારતમાં વ્યાપારની તકો શોધવાને લઈને અમેરિકાની ૧૦૦થી વધારે કંપનીઓના પ્રતિનિધિ દેશના ઘણા શહેરોની યાત્રા પર આવ્યાં છે. કંપનીઓના પ્રતિનિધિઓની યાત્રા અમેરિકી કોમર્સ મિનિસ્ટ્રીના વાર્ષિક વ્યાપાર મિશન કાર્યક્રમ ટ્રેડ વિંડ્સનો ભાગ છે. આઠ દિવસની ભારત યાત્રા દરમિયાન પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી સિવાય, અમદાવાદ, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, બેંગ્લોર, અને હૈદરાબાદ પણ જશે અને સરકારના શીર્ષ નેતૃત્વ, માર્કેટ એકસપર્ટ અને સંભવિત વ્યાપારી ભાગીદારો મુલાકાત કરશે.

અમેરિકાના વાણિજય પ્રધાન બિલબર રોસે કહ્યું કે દુનિયાભરમાં પોતાના ઉત્પાદન અને સેવાઓ વેચનારી અમેરિકી કંપનીઓ માટે નિષ્પક્ષ અને પારસ્પરિક વ્યાપાર સુનિશ્યિત કરવા માટે વાણિજય વિભાગમાં અમારું લક્ષ્ય, તમામ ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરવાનું છે. અમેરિકી વાણિજય વિભાગ ૬ થી ૧૧ મે દરમિયાન ૧૧માં ટ્રેડ વિંડ્સ બિઝનેસ ફોરમ એન્ડ મિશનની મિજબાની કરી રહ્યું છે. ભારતમાં અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે અમેરિકા ભારતની અર્થવ્યવસ્થાઓનો આકાર જોતા વ્યાપારમાં વૃદ્ઘિની મોટી શકયતાઓ છે.

આ પહેલાં સમાચારો સામે આવ્યાં હતાં કે અમેરિકા આશરે ૨૦૦ કંપનીઓ પોતાના મેન્યુફેકચરિંગ સેન્ટર ચીનથી ભારત લાવવાની તૈયારી કરી રહી છે. જો બધુ જ સારુ રહ્યું તો લોકસભા ચૂંટણી બાદ ભારતમાં અમેરિકી કંપનીઓ નોકરીઓની બહાર લઈને જશે. આ મામલે અમેરિકા અને ભારતના સંબંધો પર પૈરવી કરનારા સ્વયંસેવી સમૂહ યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમનું કહેવું છે કે અમેરિકી કંપનીઓ ચીનની જગ્યાએ કોઈ અન્ય વિકલ્પની શોધ કરી રહી છે અને કંપનીઓને લાગે છે કે મેન્યુફેકચરિંગ સેન્ટર શિફ્ટ કરવા માટે ભારત સૌથી ઉપયુકત હશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ગુડ્સ અને સર્વિસનો વ્યાપાર આશરે ૧૪૨.૧ અબજ ડોલરનો થયો હતો. ભારતમાં અમેરિકી આયાત ૫૮.૯ અબજ ડોલર અને અમેરિકાને ભારતીય નિર્યાત ૮૩.૨ અબજ ડોલરની થઈ હતી. આ પ્રકારે ભારતમાં અમેરિકાને વ્યાપારિક ખોટ ૨૪.૨ અબજ ડોલરની થઈ હતી.

ભારત અત્યારે અમેરિકાનું ૯માં સૌથી મોટું વસ્તુ વ્યાપાર ભાગીદાર છે. વર્ષ ૨૦૧૮ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ૮૭.૫ અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. ભારતથી અમેરિકાને વસ્તુ નિર્યાત ૫૪.૪ ડોલરની અને અમેરિકાથી વસ્તુની આયાત ૩૩.૧ અબજ ડોલરની થઈ હતી. આ પ્રકારે ભારતથી વસ્તુમાં અમેરિકાની વ્યાપારિક ખોટ ૨૧.૩ અબજ ડોલર હતી.

(11:42 am IST)