Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

લગ્ન નામે ચીનમાં વેચી દેવાય છે

પાકિસ્તાનમાં ક્રિશ્ચીયન છોકરીઓ સાથે છેતરપીંડી

ગુજરાવાલા તા. ૮ :..  પાકિસ્તાનમાંથી લઘુમતી ક્રિશ્ચીયન સમાજની સેંકડો છોકરીઓને થોડા મહીનાઓમાં દુલ્હનના રૂપમાં તસ્કરી દ્વારા ચીન લઇ જવાઇ છે. પાકિસ્તાન હાલમાં ચીની પુરૂષો માટે દુલ્હનનું નવું બજાર બની ગયું છે. ચીની અને પાકિસ્તાની દલાલો છોકરીઓની તપાસમાં ચર્ચની બહાર ફરતા હોય છે. કેટલાક એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે પાદરીઓને છોકરીના ગરીબ માતા-પિતાને લોભાવવા માટે પૈસા અપાય છે. અને પછી તે છોકરીના માતા-પિતાને દિકરીના બદલામાં પૈસા આપવાનો વાયદો આપેછે. માતા-પિતાનેહજારો ડોલર આપવામાં આવે છે અને તેમને જણાવવામાં આવે છેકે તેમનો જમાઇ બહુ પૈસાદાર છે અને તેણે ઇસાઇ ધર્મ અપનાવ્યો છે. હકિકતમાં તે ખોટું હોય છે.

મોટાભાગની છોકરીઓના લગ્ન તેની મરજી વિરૂધ્ધ થાય છે અને ચીન પહોંચ્યા પછી છોકરીઓ દુર સુદુરના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાને સાવ અલગ - અલગ ગણી લે છે. તેમના યૌન ઉત્પીડનનું જોખમ પણ હોય છે અને તે સ્થાનીક લોકો સાથે વાતચીત કરવામાં પણ અસમર્થ હોય છે. તેમને એક ગ્લાસ પાણી માટે પણ ટ્રાન્સલેટર એપની મદદ લેવી પડતી હોય છે.

(11:41 am IST)