Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પાકિસ્તાનમાં ફુટયો મોંઘવારીનો બોંબઃ બધીજ ચીજોના ભાવ આસમાને

ત્રાસવાદને પંપાળવામાં અર્થતંત્ર ભુલાયું: પવિત્ર રમજાનમાં ભાવો ભડકે બળતા લોકો ત્રાસી ગયાઃ લોકોની નારાજગી પહોંચી એસેમ્બલીમાં: સરકારને આખરી નામુઃ વિરોધ પ્રદર્શનની તૈયારી

નવીદિલ્હી, તા.૮: એક તરફ રમજાન મહીનો શરૂ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનમાં ભાવ વધારાએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પાકિસ્તાનમાં ઘણા સમયથી મુદ્રાસ્ફ્રીતીના દેશમાં સતત વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, ખાવા પીવાની જરૂરી વસ્તુઓના ભાવમાં વધારાથી દેશમાં દરેક જગ્યાએ પ્રજાની નારાજગી સ્પષ્ટ દેખાઇ રહી છે. હવે આ નારાજગી નેશનલ એસેમ્બલી સુધી પહોંચી ગઇ છે. આ કારણે વિપક્ષોએ વોક આઉટ કર્યો છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવ વધારા ઉપરાંત સરકારે પેટ્રોલીયમ અને ગેસની કિંમતોમાં લગભગ નવ રૂપિયાનો વધારો કર્યા પછી સરકાર વિરૂધ્ધ વિપક્ષો મેદાનમાં આવ્યા છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો આ ભાવ વધારો પાછો નહીં ખેચાય તો લોકો સરકાર વિરૂધ્ધ શેરીઓમાં આવી જશે.

પાકિસ્તાનમાં અત્યારે મટન, ધી, ખાદ્યતેલ, લોટ, ડંુગળી, ચિકન અને ફળો સહિત બીજી ચીજોની કિંમતો આસમાને પહોંચી છે. મટનની વાત કરીએ તો તેની કિંમતમાં ૫૦ રૂપિયા સુધી અને બોનલેસ મટનની કિંમતમાં ૪૦ રૂપિયાના વધારો થયો છે. જથ્થાબંધ બજારની વાત કરીએ તો મટનમાં ૫૦, ચિકનમાં લગભગ ૮૦થી ૧૦૦ રૂપિયાનો વધારો થયો વ.ફ વિભીન્ન પ્રકારની બ્રેડની કિમત ૪થી માંડીને ૧૦ રૂપિયા વધી ગઇ છે. આ ઉપરાંત બર્ગરમ)ં વપરાતા બનમાં ૮ રૂપિયા, માખણમાં ૪થી માડીને ૪૦, ખાંડમાં ૧૫ રૂપિયા, ડુંગળીમાં ૩૦થી ૪૦, ધીમાં ૫, ખજૂરમાં ૧૫૦ થી ૩૦૦ રૂપિયા અને તરબૂચ ૨૦ રૂપિયા વધી ગયા છે.  ઉલ્લેખનિય છે કે ગયા મહિને પાકિસ્તાનમાં દુધની કિંમત ૨૩ રૂપિયા લીટરે વધ્ધા પછી દુધનો ભાવ ૧૮૦ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો હતો.(

(11:41 am IST)