Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રોયલ એનફીલ્ડનું મહત્વનું પગલું

બુલેટ-બુલેટ ઇલેકટ્રાનો ૭૦૦૦ યુનિટ પાછા મંગાવ્યા

ખરાબ બ્રેક કેલિયર બોલ્ટમાં ખામી હોવાથી લીધુ પગલુ

નવી દિલ્હીઃ રોયલ એનફીલ્ડે મંગળવારે પોતાની બુલેટ અને બુલેટ ઈલેકટ્રાના ૭ હજાર જેટલા યૂનિટ પરત ખેંચવાની જાહેરાત કરી છે. કંપની ખરાબ બ્રેક કેલિપર બોલ્ટને ઠીક કરવા માટે બુલેટ અને બુલેટ ઈલેકટ્રાને પરત મગાવી રહી છે. કંપનીએ કહ્યું કે ૨૦ માર્ચ ૨૦૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૧૯ની વચ્ચે બનાવાયેલા બે મોડલ્સમાં બ્રેક કેલિપર બોલ્ટ રિપ્લેસ કરવા માટે એક પ્રોએકિટવ ફીલ્ડ સર્વિસ એકશન લઈ રહી છે.

કંપનીએ કહ્યું કે, 'અમે તે પરત એટલા માટે ખેંચી રહ્યા છે કારણ કે સર્વિસ તપાસમાં તે વાતનો ખુલાસો થયો છે કે કેટલીક બુલેટમાં વેન્ડર તરફથી સપ્લાય કરાયેલા બ્રેક કેલિપર બોલ્ટ્સ પર મેટેન્ડ ટોર્ક રોયલ, એનફિલ્ડના ગુણવત્તાના ધોરણો મુજબ નથી.'

બ્રેક કેલિપર બોલ્ટ, બ્રેકિંગ સિસ્ટમનો એક જરૂરી ભાગ છે જે બ્રેક હોઝ અને બ્રેક કેલિપરનો મહત્વનો ભાગ છે. કંપનીએ કહ્યું કે આ વોલેન્ટરી સર્વિસ એકશનમાં ૭ હજાર બુલેટ પરત ખેંચાશે. રોયલ એનફીલ્ડ બુલેટમાં ૪૯૯ccનો એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જેમાં ૫ સ્પીડ ટ્રાન્સમિશન છે. આ એન્જિન ૨૭bhp નો મેકિસમમ પાવર અને ૪૧Nmનો ટોર્ક જનરેટ કરે છે.(૨૩.૭)

(11:40 am IST)