Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મેટ ગાલા-૨૦૧૯ ઇવેન્ટમાં સુંદરીઓનો ડ્રામેટિક લુક

ન્યૂયોર્કના મેટ્રો પોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ હોલમાં મેટ ગાલા-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ હતું. દુનિયાભરની સુંદરીઓ અને સ્ટાર્સએ તેમાં ભાગ લીધો હતો. ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને દિપીકા પાદુકોણ પણ આ ઇવેન્ટનો હિસ્સો બની હતી. આ વખતે ગાલાની થીમ કેમ્પઃ નોટ્સ ઓન ફેશન હતી. આ થીમને કારણે દરેક સુંદરીઓએ અલગ-અલગ પ્રકારના પોષાક પહેર્યા હતાં અને સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતું. બધી જ સેલિબ્રીટીઝ તેમની મરજી પ્રમાણેના અંતરંગી સ્ટાઇલમાં જોવા મળી હતી. જેમાં પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ ઉપરાંત કેટી પેરી, એમિલી રેતાઝોકેસ્વેકી, જેનીફર લોપેઝ, ક્રિમ કાર્દિશિયન, ડાયલી જેનર, કાર્ડી બી, ઝીઓ કર્વિત્સ, સેરેના વિલિયમ્સ જેવી સુંદરીઓ તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

(11:35 am IST)