Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

લાહોરમાં દરગાહ બહાર વિસ્ફોટ થતા ૯ના મોતઃ ૧૯ લોકોને ઇજા

બ્લાસ્ટમા સુરક્ષાદળના ચાર જવાનોના મોતઃ મૃત્યુઆંકમા વધારો થવા વકી

લાહોર,તા.૮ પાકિસ્તાનના લાહોરમા આવેલી દાતા દરબાર દરગાહ બહાર રમઝાન માસમા જ બ્લાસ્ટ થતા સુરક્ષાદળના ચાર જવાન સહિત પાંચ લોકોના મોત થયા છે જ્યારે આ બ્લાસ્ટથી અન્ય ૧૯ લોકોને ઈજા થયાના અહેવાલ મળી રહ્યા છે. બ્લાસ્ટમા જે ચાર જવાનના મોત થયા છે તેમા ત્રણ પાકિસ્તાનના પંજાબ પોલીસના એલીટ ફોર્સના કમાન્ડો હતા.જ્યારે એક સુરક્ષા ગાર્ડ અને અને અન્ય એક આમ નાગરિકનો સમાવેશ થાય છે. બ્લાસ્ટમા જે ૧૯ લોકોને ઈજા થઈ છે તેમાંથી કેટલાંક લોકોની હાલત ગંભીર હોવાના કારણે મૃત્યુઆંકમા હજુપણ વધારો થાય તેવી સંભાવના છે.

આ ઘટના બાદ જે લોકો ઘવાયા હતા તેમને નજીકની મયો હોસ્પિટલમા સારવાર માટે લઈ જવામા આવ્યા છે. અને હાલમા આ દરગાહને ચારેકોરથી નાકાબંધી કરી દેવામા આવી છે. તેમજ આમ જનતા માટે હાલ આ દરગાહને બંધ કરી દેવામા આવી છે. દાતા દરબારની દરગાહ એક સુફી દરગાહ માનવામા આવે છે તેથી આ દરગાહ પર અનેક લોકોની અવરજવર રહે છે. રમઝાન માસમા જ આ રીતે હુમલો થતા આ આત્મઘાતી હુમલામા કયા આતંકવાદી સંગઠનનો હાથ છે તેમ અંગે હજુ જાણવા મળ્યુ નથી પણ હાલમા આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલી રહી છે.

આ અંગે લાહોરના ડીઆઈજી અશફાક અહેમદ ખાને જણાવ્યુ કે દાતા દરબાર બહાર જે બ્લાસ્ટ થયો હતો અને તેમા પાકિસ્તાનના પંજાબની એલીટ ફોર્સના કમાન્ડોને નિશાન બનાવવામા આવ્યા છે. તેમા પંજાબ એલીડ ફોર્સના ત્રણ કમાન્ડો એક સુરક્ષાગાર્ડ અને એક નાગરિકનુ મોત થયુ છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. આ પહેલા ૨૦૧૦મા પણ આ રીતે આત્મઘાતી હુમલો થયો હતો. જેમા લગભગ ૫૦ લોકોના મોત થયા હતા. અને ૨૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. દાતા દરબારના બ્લાસ્ટમા જે ૧૯ લોકોને ઈજા થઈ છે તેમાથી સાતથી આઠ લોકોની હાલત ગંભીર છે. તેમની હાલ સારવાર ચાલી રહી છે તેથી મૃત્યુઆંકમા વધારો થવાની શકયતા છે. આ રીતે રમઝાન માસમા જ પાકિસ્તાનની દરગાહ સામે બ્લાસ્ટ થતા તેમા પાચ લોકોના મોત થતા પાકિસ્તાનની સરકારે આ ઘટનામા કયા આતંકવાદી સંગઠનનો હાથ છે તે અંગે તપાસ હાથ ધરી છે પણ જે રીતે હુમલો થયો છે તેના કારણે હાલ પાકિસ્તાનમા ભારે અફરાતફરી મચી ગઈ છે. પોલીસે આ વિસ્તારને નાકાબંધી કરી હુમલો કરનારા અંગે તપાસ હાથ ધરી છે.

(3:05 pm IST)