Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મમાતાની બોલતી બંધ કરવા સુષ્મા ઉતર્યા મેદાને

એક શેર દ્વારા આવ્યો જડબાતોડ જવાબઃ દુશ્મની કરો પણ લીમીટમાં રહીને

નવીદિલ્હી, તા.૮:  વિદેશ મંત્રી અને બીજેપીની સિનિયર નેતા સુષ્મા સ્વરાજે અલગ-અલગ ટ્વિટ કરીને પશ્યિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદનો પર વળતો હુમલો કર્યો. તેમણે તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જીને જાણીતા શાયર બશીર બદ્રના એક શેર દ્વારા જવાબ આપ્યો.

વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, મમતાજી, આજે આપે તમામ હદો પાર કરી દીધી. તમે રાજયના મુખ્યમંત્રી છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે આપને તેમની સાથે જ વાત કરવાની છે. તેથી બશીર બદ્રનો એક શેર યાદ અપાવી રહી છું, દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઇશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિંદા ન હોં.

બીજેપી નેતાએ વધુ એક ટ્વિટ કર્યું જેમાં તેઓએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મનમોહન સિંહ સરકારની યાદ અપાવતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે વટહુકમ ફાડી દીધો હતો.

સુષ્માએ કહ્યું કે, પ્રિયંકાજી, આજ આપે અહંકારની વાત કરી. હું આપને યાદ અપાવું કે અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના જ વડાપ્રધાન ડોકટર મનમોહન સિંહજીનું અપમાન કરતાં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા વટહુકમને ફાડીને ફેંકયું હતું. કોણ કોને સંભળાવી રહ્યું છે?

ચક્રવાતી તોફાની ફાની પર વડાપ્રધાન મોદીનો ફોન ન ઉઠાવવાના મામલે સ્પષ્ટતા કરતાં પશ્યિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેઓ ખડગપુરમાં હતા. તેઓએ કહ્યું કે રેલમાં હોવાના કારણે મેં પીએમ મોદીનો ફોન ન ઉઠાવ્યો. મમતાએ એક રેલીમાં કહ્યું કે, હું ખડગપુરમાં હતી તેથી પીએમ કાર્યાલયથી આવેલા ફોન પર વાત ન કરી શકી. તેની સાથે જ તેઓએ કહ્યું કે ચૂંટણી થઈ રહી છે, એવામાં એકસપાયરી વડાપ્રધાનની સાથે એક મંચ પર આવવાની નહોતી ઈચ્છતીપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહેવા પર કોંગ્રેસે પીએમ મોદીની વિરુદ્ઘ હુમલાઓ વધુ ઉગ્ર કરી દીધા છે. રાજીવ ગાંધની દીકરી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે હરિયાણાના અંબાલામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં તેમનું નામ લીધા વગર પીએમ મોદીની તુલના દુર્યોધન સાથે કરી દીધી. પ્રિયંકાએ કહ્યું કે, આ દેશે અહંકારને કયારેય માફ નથી કર્યા.

(11:27 am IST)