Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આ વખતે બીજેપીને ૨૮૦ સીટ મળે એમ લાગતું નથીઃ શિવસેના

જો કે બીજેપી સાથી પક્ષો સાથે મળીને આ વખતે સરકાર બનાવશે એ નિશ્ચિત છે

મુંબઈ, તા. ૮ :. બીજેપીના જનરલ સેક્રેટરી રામ માધવના આ સ્ટેટમેન્ટને શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે ટેકો આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે આ વખતે બીજેપીને ૨૮૦-૨૮૨ સીટો મળે એવી શકયતા ઓછી છે. સંજય રાઉતે કહ્યંુ હતુ કે '૨૦૧૪માં જેટલી સીટો મળી હતી એટલી આ વખતે મળશે એવી સંભાવના ઓછી છે. જો કે બીજેપી સાથી પક્ષો સાથે મળીને આ વખતે સરકાર બનાવશે એ નિશ્ચિ છે. નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે તો શિવસેનાને આનંદ થશે.'

સંજય રાઉતે એક ચેનલને ઈન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે 'રામ માધવે જે પણ કંઈ કહ્યું છે એનાથી હું સહમત છું. એનડીએ આગામી સરકાર બનાવશે. બીજેપી બહુમત મેળવનારી એક માત્ર પાર્ટી હશે. હમણા એમ લાગી રહ્યુ છે કે બીજેપી માટે ૨૮૦-૨૮૨ જેટલી સીટો મેળવવી મુશ્કેલ છે, પણ એનડીએ બહુમતી સુધી પહોંચશે. રામ માધવના સ્ટેટમેન્ટને હું આવકારૂ છું અને શિવસેના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સનો ભાગ છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવામાં અમને આનંદ મળશે.'

(10:04 am IST)