Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૫ તબકકાનું મતદાન પુરૃઃ શું કહે છે સટ્ટા બજાર?

કોની સરકાર? કોણ બનશે પીએમ? ભાવ શું છે?

મુંબઇ, તા.૮: લોકસભા ચૂંટણીનું પરિણામ આવવામાં હવે માત્ર ૧૬ દિવસ જ બાકી છે. હવે માત્ર બે ચરણનું મતદાન જ બાકી છે. એવામાં સટ્ટા બજાર પણ ગરમાયું છે. ભાજપને બહુમત મળશે નહીં, પીએમ મોદી ફરી પીએમ બનશે કે નહીં અને કોંગ્રેસ કેટલી સીટ જતીશે. ફલૌદી, નીમચ અને સૂરતના સટ્ટા બજારોમાં સીટ અને આવા સવાલો પર સૌથી વધુ પૈસા લગાવવામાં આવી રહ્યાં છે. રાજસ્થાન અને એમપીના સટ્ટા માર્કેટ ભાજપની જીત થતી દેખાઇ રહી છે. તો સુરત ગઠબંધનની સરકારની આશંકા વ્યકત કરી છે.

નીમચના સટ્ટા બજારના મતે ભાજપ ૨૪૭થી ૨૫૦ અને કોંગ્રેસ ૭૭થી ૭૯ સીટ જીતી શકે છે. જયારે રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજારના મતે ભાજપને ૨૪૦થી ૨૪૫ સીટ મળી શકે છે. એનડીએના ખાતામાં ૩૨૦-૩૨૫ સીટ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ફલૌદી સટ્ટા બજાર ભાજપને રાજસ્થાનમાં ૨૧થી ૨૨ સીટ આપી રહ્યું છે, તો કોંગ્રેસના ખાકાતામાં માત્ર ૩-૪ સીટ આપી છે. પરંતુ આ બંનેથી સુરતના સટ્ટા બજારનો ટ્રેન્ડ સાવ અલગ જ છે. સુરતના સટ્ટા બજારના મતે એનડીએ અને યુપીએની તુલનામાં મહાગઠબંધનને આ વખતે સારી સીટ મળી શકે છે. બજાર મહાગઠબંધનના પક્ષમાં ૨૨૫થી૨૫૦ સીટ દેખાઇ રહી છે. જયારે એનડીએને ૧૮૫-૨૨૦ અને યુપીએને ૧૬૦-૧૮૦ સીટ આપી છે.

આ ભાવ મંગળવારના સટ્ટા બજારના છે. બજારના ભાવ રોજ અને દિવસમાં અનેક વખત વધે-ઘટે છે. હાલની સ્થિતિમાં ભાજપ પ્લસ છે અને સટોડિયા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને ફરી PM બનાવી રહ્યાં છે. નીમચના સટ્ટા માર્કેટના અનુમાન પ્રમાણે ભાજપને ૨૦૦ સીટ આવવા પર ૧૧થી ૧૫ પૈસા ભાવ છે. ૨૨૫ સીટ પર ૨૯થી ૩૫ પૈસા, ૨૩૦ પર ૩૫થી ૪૩ પૈસાનો ભાવ છે. ભાજપની ૨૫૦ સીટ આવવા પર ૧ રૂપિયાથી ૧.૨૫ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. ૨૭૫ સીટ આવવા પર ૨.૫૦થી૩.૬૦ રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે. તેનો સીધો અર્થ થયો કે જો ભાજપને આટલી સીટ મળી જાય તો તેના પર લગાવવામાં આવેલી કુલ રકમના ૨.૫૦થી૩.૬૦ ગણા વધુ મળશે.

આ માર્કેટના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસની ૬૦ સીટ આવવા પર ૨૮થી ૩૬ પૈસાથી સટ્ટો લગાવામાં આવી રહ્યો છે. ૭૦ સીટ માટે ૫૫થી ૬૫ પૈસા સુધીનો ભાવ છે. જયારે ૭૮ સીટ માટે ૧.૦૦થી ૧.૨૦ પૈસા સુધીના રેટ ચાલી રહ્યાં છે. સટ્ટામાં આ ભાવનો મતલબ એ થાય કે જેનો ભાવ ઓછો છે તે સાચુ થવાની સંભાવના વધુ છે.

(9:58 am IST)