Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા : ચારધામ યાત્રા શરૂ

કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે

ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. સાથે વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ.છે  ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં

(12:00 am IST)