Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

'ન્યુયોર્ક કથ્થક ફેસ્ટીવલ': ભારતની પ્રાચીન કથક કલાને ન્યુયોર્કના દરેક ઘરોમાં સ્થાન અપાવી વ્યાપ વધારવાના હેતુ સાથે શરૂ થયેલું ઓર્ગેનાઇઝેશનઃ ૧૯ થી ૨૧ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન મેનહટનમાં યોજાયેલ ફેસ્ટીવલમાં વિશ્વભરમાંથી ૭૫૦ ઉપરાંત કથક કલાકારો તથા ચાહકો ઉમટી પડ્યાઃ પર્ફોર્મીંગ આર્ટસ, શિક્ષણ તથા ચર્ચાઓ, પેનલ ડીસ્કશન તથા કથકના કામણથી ઉપસ્થિતો આફરિન

ન્યુયોર્ક : યુ.એસ.માં ૧૯ થી ૨૧ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ન્યુયોર્ક કથ્થક ફેસ્ટીવલ યોજાઇ ગયો.

દરેક ઘરોમાં કથ્થકનું નામ જાણીતું કરવા માટે એલી સ્ટુડિયો તથા એલી સીટી ગ્રુપ થીએટર મેનહટનમાં યોજાઇ ગયેલ આ ફેસ્ટીવલમાં ૭૫૦ ઉપરાંત કલાકારો તથા કથ્થક ચાહકોએ હાજરી આપી હતી.

કથ્થક એ ભારતની કલાસિકલ ડાન્સ કલા છે. જેના વિદેશમાં વ્યાપ માટે ૧૦ પ્રોફેશ્નલ યુવાઓ દ્વારા ચલાવાઇ રહેલા નોનપ્રોફિટ ન્યુયોર્ક કથ્થક ફેસ્ટીવલમાં ન્યુયોર્ક ઉપરાંત ન્યુજર્સીના કલાકારો તતા કથ્થક ચાહકો જોડાયેલા છે જે કોમ્યુનીટીને નિકટ લાવવા કાર્યરત છે.

ત્રિદિવસીય ફેસ્ટીવલમાં પર્ફોમીંગ આર્ટસ શિક્ષણ તથા ચર્ચાઓ, પેનલ ડીસ્કશન સહિતના આયોજનો કરતા હતા તેમજ કથ્થક કલાકારોએ કલાના કામણ પાથર્યા હતાં. જેમાં પંડિત દિવ્યાંગ વકીલ ડો. પલ્લવી, સુશ્રી ફરાહ યાસ્મીન શેખ, સુશ્રી બરખા પટેલ, સુશ્રી સાસ્વતી સેન ચક્રવર્તી, ડો. પૂર્ણિમા શાહ, ડો. સિતારા થાવાની, સુશ્રી અનિંદિતા નેગી, સુશ્રી પલ્લવી શેખ, સુશ્રી અંજલિ નાથ સહિતના કલાકારોનો સમાવેશ થતો હતો. આ ફેસ્ટીવલમાં કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી તથા એર ઇન્ડિયાનું સમર્થન પ્રાપ્ત થયુ હતું.

વિશ્વભરમાંથી ૫૦ જેટલા ડાન્સર તથા ૧૦ જેટલા મ્યુઝીશયન આવ્યા હતાં. જેમાં ઇન્ડિયન ડાન્સર શ્રી પ્રશાંત શાહ, સિંગાપોરના સુશ્રી શિવાંગી ડેક રોબર્ટ, દિગ્ગજ કલાગુરૂ પંડિત બિરજુ મહારાજ તથા તેમના અનુયાયી સુશ્રી સાસ્વતી સેન સહિતનાઓનો સમાવેશ થતો હતો. આ ફેસ્ટીવના કોમ્યુનીટી પાર્ટનર તરીકે FIAનો સહકાર સાંપડ્યો હતો.

ન્યુયોર્ક કથ્થક ફેસ્ટીવલ એ નવું શરૂ કરાયેલું ઓર્ગેનાઇઝેશન છે. જે ભારતની કથ્થક કલાને પ્રોત્સાહિત કરવાની નેમ સાથે ડાન્સર, સ્કોલર્સ તથા કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડે છે. તથા યુ.એસ. સહિત સમગ્ર વિશ્વના કથ્થક કલાકારોને એક છત્ર હેઠળ ભેગા કરે છે. જે અમેરિકન કથ્થક કોમ્યુનીટી દ્વારા સ્થાનિક કલાકારોને તથા કોમ્યુનીટીને એકબીજા સાથે જોડવાની નેમ ધરાવે છે. ફેસ્ટીવલને સફળતા અપાવવા સુશ્રી મિનાક્ષી લાલા, સુશ્રી અનિશા મુનિ, શ્રી રાઓલ ભવનાની સહિત અનેક વોલન્ટીઅર્સ કલાકારોએ જહેમત ઉઠાવી હતી.

વિશેષ માહિતી સુશ્રી હેન્‍ના ખનિજુ, ઈમેલ henna@nykathakfestival.com દ્વારા નં. 516-717-7433  દ્વારા મળી શકશે તેવું શ્રી પરેશ ગાંધીની યાદીમાં જણાવાયું છે.

(8:09 pm IST)