Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મ્યાનમારની જેલમાં બંધ રૉયટર્સના બંને જર્નાલિસ્ટ આખરે મુક્ત :અંદાજે 500વધુ દિવસ રહ્યા હતા કેદ

32 વર્ષીય વા લૉન અને 28 વર્ષના કયાવ સોને કોર્ટએ સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી

મ્યાનમારની જેલમાં બંધ કરાયેલા ન્યૂઝ એજન્સી રૉયટર્સના બંને રિપોર્ટરોને જેલમાંથી છોડવામાં આવ્યા છે. એક સમાચાર એજન્સીએ આ માહિતી એક સાક્ષી વતી આપી છે. બંને રિપોર્ટરોઓ ઓફિસિયલ સિક્રેટ એકટને તોડવા માટે દોષી ઠર્યા હતા. સાક્ષીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બંને રિપોર્ટરો 500 દિવસથી વધુ દિવસો જેલમાં વિતાવ્યા પછી યંગૂનના બહારના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. તે બંનેને સપ્ટેમ્બર 2018 માં જેલની સજા કરવામાં આવી હતી.

32 વર્ષીય વા લૉન અને 28 વર્ષના કયાવ સોને કોર્ટએ સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ કેસએ મ્યાનમારની સરકારને કોર્ટમાં લાવી ઉભી કરી દીધી હતી. ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે દેશમાં લોકશાહી હવે જોખમમાં છે. ઘણા રાજદ્વારીઓ અને માનવ અધિકાર કાર્યકર્તાઓએ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ વિન મિન્ટે ગયા મહિને હજારો કેદીઓની સજા માફ કરી દીધી છે. 17 એપ્રિલે મ્યાનમારનું નવું વર્ષ શરૂ થાય છે અને આ પ્રસંગે મ્યાનમારમાં સત્તાવાળાઓ તરફથી દેશભરની જેલોમાંથી બંધ કેદીઓને મુક્ત કરવાની પરંપરા છે.

જે કેસમાં કોર્ટની તરફથી બંને જર્નાલિસ્ટને સજા સાંભળવામાં આવી હતી તેને દક્ષિણ-પૂર્વ એશિયામાં એક ઐતિહાસિક કેસ કરાર આપવામાં આવ્યો હતો. બંને જર્નાલિસ્ટ મ્યાનમારમાં રોહિંગ્યા સંકટ સાથે સંકળાયેલી સ્ટોરી પર કામ કરી રહ્યા હતા. બંને જર્નાલિસ્ટને તે સમયે કાયદો ભંગ કરવાના આરોપી માનવામાં આવ્યા હતા જ્યારે કેટલાક ગુપ્ત દસ્તાવેજો બંનેના હાથ લાગ્યા હતા. જજે સજા સંભળાવતા કહ્યું હતું કે, "દોષિઓએ ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3.1 ને તોડી છે અને તેઓને સાત વર્ષની સજા સંભળાવામાં આવે છે." તેમના ચુકાદામાં, જજે જણાવ્યું હતું કે બંને આરોપી 12 ડિસેમ્બર, 2017 થી જેલમાં હતા અને સજામાં આ અવધિનું ધ્યાન રાખવામાં આવશે.

(12:00 am IST)