Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ટ્રેનના ઓનલાઇન બુકીંગ માટે ''આધાર''ને ફરજીયાત કરાશે

હાલ બુકીંગ માટે આધાર અને પાનકાર્ડ વૈકલ્પીક છે

 નવી દિલ્હીઃ હવે જો તમે રેલ્વે ટીકીનુંં ઓનલાઇન બુકીંગ કરવાના હો તો ટુંક સમયમાં  IRCTCની વેબસાઇટમાં આધાર ફરજીયાત કરવામાં આવનાર છે.

 હાલમાં  IRCTC માં આધાર અને પાનકાર્ડને વૈકલ્પીક રુપે રાખવામાં આવ્યા છે. આધારનુ ઓનલાઇન ટીકીટ માટે ફરજીયાત કરવાનો સુઝાવ હાલમાં જ પકડાયેલ ઇ-ટીકીટ કૌભાંડ બાદ આરપીએફ (રેલ્વે પ્રોટેકશન ફોર્સ) દ્વારા મુકવામાં આવ્યો છે.  ગેરકાયદેસર સોફટવેર દ્વારા ચલાવાતા આ કૌભાંડના મુખ્ય સુત્રધારની આશીવારાથી   ધરપકડ કરવામાં આવી હતી.

 મધ્ય રેલ્વે માહિતી સીસ્ટમના અધિકારીઓએ કૌભાંડી પાસેથી  IRCTC વેબસાઇટના લુપ જાણ્યા હતા. આ ઉપરાંત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ રેલ્વે બોર્ડને મોબાઇલ નંબર દ્વારા પણ યુઝર આઇડી  વેરીફાઇ કરવા ભલામણ કરી છે. આ માટે આઇપી એડ્રેસનું ઇન્સપેકશન કરવા પણ સજેશન આપવામાં આવ્યું છે આ સીવાય એક આઇડીમાંથી માત્ર બે ટીકીટ બુક કરવાની સીસ્ટમ અમલથી પણ આવા કૌભાંડને રોકવામાં મદદ મળવાનું પણ શકય બનશે.

 જો કોઇપણ વ્યકિત કે કંપની બે થી વધુ ટીકીટો એક સાથે બુક કરાવા માંગતી હશે તો તેમણે  IRCTC અથવા  CRTS માં રજીસ્ટ્રેશન કરાવવું  ફરજીયાત કરાશેનું CRTS ના અધિકારીઓએ જણાવ્યું હતુ.

(2:30 pm IST)
  • કર્ણાટકમાં ભાજપને બહુમતિ મળશે : અમિત શાહનો ધડાકો : દરેક ચૂંટણી રાષ્ટ્રીય રાજનીતિ માટે ઉપયોગી : કર્ણાટક ભાજપના માટે દક્ષિણમાં પ્રવેશ માટે ગેટવે તરીકે છે જેથી ખાસ મહત્વ : મોદીની લોકપ્રિયતા અકબંધ રહી access_time 1:01 pm IST

  • સુપ્રિમે મહાભિયોગ ફગાવ્યો : કોંગ્રેસને જોરદાર ઝટકોઃ કપિલ સિબ્બલને અરજી પરત લેવા ફરજ પડીઃ પાંચ જજોની બેંચે ઝાટકણી કાઢીઃ સિબ્બલે ચીફ જસ્ટીસ સામે સવાલો ઉઠાવ્યાઃ પ્રશાંત ભૂષણ કહે છે, નિરાશાજનક દિવસઃ દરમિયાન અમુક ટીવી ચેનલોના દાવા પ્રમાણે કોંગ્રેસે અરજી પાછી ખેંચી છે, સુપ્રિમ કોર્ટે ફગાવી નથી access_time 1:23 pm IST

  • લોકસભા ચુંટણીમાં સપાની સાથે જોડાણ રહેશે જ : માયા : વિધિવત જાહેરાત ટુંક સમયમાં જ થઇ શકે છે : લોકસભા ચૂંટણી ર૦૧૪માં સપા અને બસપાની સંયુકત મત હિસ્સેદારી ૪૧.૮ ટકા રહી હતી : રિપોર્ટમાં ધડાકો access_time 1:00 pm IST