Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ત્રિપુરામાં કોંગ્રેસ-ડાબેરીઓના ૧૦૦ કાર્યાલયો તોડી પડાયા

વિપ્લવ સરકાર આક્રમકઃ માકપા-કોંગ્રેસે મન ફાવે ત્યાં ગેરકાયદે કાર્યાલયો ખડકી દીધા હતાઃ મહા ઓપરેશન શરૂ

નવી દિલ્હી તા. ૮: સતત વિવાદોમાં રહેતી ત્રિપૂરાની વિપ્લવ દેવ સરકાર એકશનમાં આવી છે. ડાબેરીઓ અને કોંગ્રેસે ખડકી દીધેલા ગેરકાયદે કાર્યાલયો તોડી પાડવા મહા ઓપરેશન શરૂ કર્યું છે.

સરકારી આદેશ બાદ રાજકીય પક્ષોના અનેક કાર્યાલયો તોડી પાડયા છે. રાજયની રાજધાનીમાં જ ૧૦૦થી વધારે ગેરકાયદે કાર્યાલયોની માહિતી મળી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કહે છે કે, રાજકીય પક્ષોના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. મોટા ભાગના બાંધકામો ડાબેરી પક્ષ માકપા અને કોંગ્રેસના છે. અગરતલામાં જેસીબીનું સામ્રાજય છવાયેલું છે.

લોકો સરકારની આ કાર્યવાહીથી ખુશ છે. આ કાર્યાલયો હટાવવા વર્ષોથી માંગણી થતી હતી.

(1:03 pm IST)