Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

તામિલનાડુમાં દલિત અને મુસ્લિમો વચ્ચે તોફાનો થતા 30ને ઇજા: 50 મકાનોને નુકશાન :બે દુકાનો સળગાવાઈ :ધ હિન્દુનો અહેવાલ

તામિલનાડુના થેમી જિલ્લામાં કોમી હુલ્લડો ફાટી નીકળતા 30 લોકોને ઇજા થઇ છે આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરના અહેવાલ મુજબ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી એક દલિત મહિલાની  અંતિમ યાત્રા નીકળતા તેના પર હુમલો થયો હતો જેને પગલે બે કોમો વચ્ચે હુલ્લડો સર્જ્યા હતા

   આ ઘટનામાં 50 મકાનો બે દુકાનો અને સંખ્યાબંધ વાહનોનો ભુક્કો બોલાવી દેવાયો હતો ધ હિન્દૂ દૈનિકના અહેવાલ મુજબ વનિઆમ્લ નામની એક વૃદ્ધ દલિત માહિલા 24 એપ્રિલના રોજ મૃત્યુ પામી હતી તેમના કુટુંબીજનોએ પેરિયાકુલ્લમ નજીક આવેલ ગામડાની મુસ્લિમ શેરીમાંથી અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું 
 ધ હિંદુ દૈનિકને ટાંકીને ઓર્ગેનાઈઝર લખે છે કે સ્મશાન યાત્રા જેવી મુસ્લિમ શેરીમાં પ્રવેશી કે ત્યારે બહારના એક મુસ્લિમ વ્યક્તિના પ્રવેશથી બંને કોમો વચ્ચે મારામારી સર્જાઈ હતી આ ગામડામાં 200થી વધુ પોલીસ ખડકી દેવાઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ કરી છે

(12:00 am IST)