Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કઠુઆ ગેંગરેપ કેસ કાશ્મીર બહાર શિફ્ટ કરવા અને સીબીઆઈને સોંપવો કે કેમ ?;સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ફોટો તા; 7 kathuaa
કઠુઆ ગેંગરેપની તપાસ સીબીઆઈને સોંપવો કે કેમ અને કાશ્મીર બહાર શિફ્ટ કરવો કે કેમ આ અંગે ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રા આ મામલે આજે સુનવણી હાથ ધરશે.
  આ પૂર્વે અદાલતે આ કેસની સુનવણી મોફૂફ રાખી હતી.જેમાં કેસને ચંડીગઢ સીફટ કરવાની અને કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે આ પીડિત બાળકીના પરિવારે સીબીઆઈ તપાસનો ઇનકાર કર્યો છે તેમજ જો તેમ કરવામાં આવશે તો આરોપીઓ છુટી જશે અને આસિફાને ન્યાયમાં વિલંબ થશે તેવો ભય વ્યક્ત કર્યો છે.
બળાત્કાર અને હત્યાના કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચ હવે પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે શનિવારે જણાવ્યું હતું કે પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. જો કે વકીલોના આરોપ વચ્ચે નવ એપ્રિલના રોજ પોલીસે આઠ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.તેમજ તેના એક દિવસ પૂર્વે સગીર વયના યુવકની ચાર્જશીટ દાખલ કરી હતી.

(9:21 am IST)