Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સંપૂર્ણ લૉકડાઉનની કોઈ જ આવશ્યકતા નથી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

તારીખ 11થી 14 એપ્રિલ દરમિયાન દેશ મનાવશે "વેક્સિનોત્સવ" અને "રસીકરણ મહોત્સવ" - મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડા પ્રધાન મોદીની હાકલ :બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે, આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે:માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે: વડા પ્રધાન

નવી દિલ્હી : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે. મોદીએ લોકો પાસેથી કોરોનાથી બચવાના ઉપાયો અંગે સૂચનો પણ માંગ્યા હતા. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા

વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.પીએમ મોદીએ કહ્યું હતું કે આ બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે. આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે. ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે. પીએમ મોદીએ જણાવ્યું કે  તત્કાળ ઉપાય કરવાની જરુર છે. PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ

(10:01 pm IST)