Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કેન્દ્ર સરકારે મોકલેલા ૧૦૦૦ વેન્ટિલેટર બે કલાકમાં બગડ્યા

રાજસ્થાન સરકારનો કેન્દ્ર સરકાર પર પ્રહાર : સરકાર કોઈ રાજનીતિ નથી કરી રહી પણ અમે વેન્ટિલેટર ખરાબ થયા હોવાની જાણકારી કેન્દ્રને આપી છેઃ રઘુ શર્મા

નવી દિલ્હી, તા. : કોરોનાના સંક્રમણે મચાવેલા હાહાકાર વચ્ચે હવે દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરની બોલબાલા વધી ગઈ છે. સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે.રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારે મોકલેલા ૧૦૦૦ જેટલા વેન્ટિલેટર માત્ર બે કલાકમાં બગડી ગયા હતા. અંગેની ફરિયાદ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે, મારી સરકાર કોઈ રાજનીતિ નથી કરી રહી પણ અમે વેન્ટિલેટર ખરાબ થયા હોવાની જાણકારી કેન્દ્ર સરકારને આપી છે.સરકારે અમને ૧૦૦૦ વેન્ટિલેટર મોકલ્યા હતા પણ માત્ર બે કલાકમાં વેન્ટિલેટરે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠકમાં મુદ્દા પર ચર્ચા થઈ હતી અને પછી કેન્દ્ર સરકારને તેની જાણકારી આપવાનુ નક્કી કરાયુ હતુ. જોકે સ્વાસ્થ્ય મંત્રી જ્યારે બાબતની જાણકારી આપી રહ્યા હતા ત્યારે તેમની પાછળ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા હતા.

(7:44 pm IST)