Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોનાના લક્ષણોમાં મોટા ફેરફાર : આંખો લાલ થાય કે કાનમાં ઓછું સાંભળવાની સમસ્યા હોય તો તુરત ડોક્ટરનો સંપર્ક કરવો

આંખોમાં લાલાશ, સોજો કે આંખોમાં પાણી આવવા જેવી સમસ્યા સંક્રમણનો સંકેત !

નવી દિલ્હી: ભારતમાં સપ્ટેમ્બર-2020માં એક દિવસમાં 1 લાખ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જે જાન્યુઆરી સુધીમાં અચાનક ઓછા થવાના શરૂ થઈ ગયા અને એક દિવસમાં 10 હજાર નવા કેસ સામે આવવા લાગ્યા. જો કે ફેબ્રુઆરીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરીથી વધવા લાગી. હવે એક દિવસમાં ફરીથી એક વખત એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ભારતમાં ગુરુવારે 1,26,789 પોઝિટિવ કેસ સામે આવ્યા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં લગભગ 59,907 કેસ અને છત્તીસગઢમાં 10,310 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્હીમાં બુધવારે કોરોના વાઈરસથી સંક્રમણના 5,506 નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ કેસ છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આગામી 4 સપ્તાહ દેશ માટે આ મહામારીને કાબૂમાં કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, કોરોના વાઈરસની બીજી લહેર પહેલાની સરખામણીમાં વધુ ઘાતક છે. કોરોનાની બીજી લહેરની સાથે તેના લક્ષણોમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. જે બાદ રિસર્ચરોએ લક્ષણોની લિસ્ટમાં ફેરફાર કર્યો

કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીરમાં દુ:ખાવો, સુંઘવા અને સ્વાદની ક્ષમતા ગુમાવવી, શ્વાસ ફૂલવો સામેલ છે. અનેક રિસર્ચમાં જાણવા મળ્યું કે, દર્દીની આંખો લાલ, ગેસ્ટોનૉમિકલ સ્થિતિ અને સાંભળવાની ક્ષમતા ઓછી થવા પર તેને હળવાશમાં ના લેવા જોઈએ અને તાત્કાલીક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ

ચીનમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં આંખો લાલ થવી સંક્રમણનો સંકેત છે. જેમાં લોકોને આંખોમાં લાલાશ, સોજો કે આંખોમાં પાણી આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રિસર્ચમાં કોરોના સંક્રમિત 12 દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે.

જો તમને સાંભળવામાં કોઈ પ્રકારની સમસ્યા જણાય, તો તે કોરોના વાઈરસનો સંકેત હોઈ શકે છે. ઈન્ટરનેશનલ જનર્લ ઑફ ઑડિયોલૉજીમાં પ્રકાશિત એક રિસર્ચ મુજબ, કોરોના સંક્રમણ સાંભળવાની સમસ્યાનું કારણ બની શકે છે. રિસર્ચરોએ 56 રિસર્ચનો અભ્યાસ કરીને અનુમાન લગાવ્યું કે, કોરોના સંક્રમિત દર્દીઓને સાંભળવાની સમસ્યા  હતી

ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ લક્ષણ એટલે કે, પેટ સબંધી ફરિયાદ જેવી કે ઝાડા, ઉલટી, પેટમાં કબજીયાત અને દુ:ખાવો કોરોનાના લક્ષણ છે. જો તમે કબજીયાતનો સામનો કરી રહ્યાં છો, તો તાત્કાલીક તમારે ટેસ્ટ કરાવવો જોઈએ.

(6:18 pm IST)