Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોનાના નવા સ્‍ટ્રેનમાં તાવ-શરદી, સોજો, ગળામાં ખરાશ, આંખ દુઃખવી જેવા લક્ષણો જોવા મળ્‍યાઃ આવી સ્‍થિતિમાં તબીબોની સલાહ જ એકમાત્ર ઉપાય

નવી દિલ્હીઃ દેશમાં એક વાર કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. તેવામાં કોરોનાના લક્ષણોને પણ ધ્યાનમાં રાખવા ખુબ જરૂરી છે. જેથી સમય પર સારવાર થઈ શકે.

દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 1.28 કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં હાલ 8.87 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સિવાય મહામારીને કારણે 1.66 લાખ લોકોના મૃત્યુ થયા છે. બીજીતરફ દેશમાં કોરોનાની સારવાર બાદ 1.18 કરોડથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.

પરંતુ હવે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પણ સામે આવી ચુક્યો છે, જે ખુબ ઘાતક છે. હવે દેશના અનેક વિસ્તારમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેવામાં કોરોના વાયરસના આ લક્ષણો જાણી લો.

મુખ્ય લક્ષણ

- તાવ

- સુકી ઉધરસ

- થાક

અન્ય લક્ષણો

- સોજો અને પીડા

- ગળામાં ખારાસ

- બેમિંગ

- આંખ આવવી

- માથાનો દુખાવો

- સ્વાદ અને ગંધની જાણકારી ન થવી

- ત્વચા પર ફોલ્લીઓ

- હાથ અને પગની આંગળીનો રંગ બદલાય જવો

ગંભીર લક્ષણો

- શ્વાસની સમસ્યા

- શ્વાસ લેવામાં સમસ્યા

- છાતીમાં દુખાવો અથવા દબાણ

- બોલવામાં કે હાલ-ચાલમાં સમસ્યાઓ

(5:17 pm IST)