Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખ અને મહારાષ્ટ્ર સરકારની સીબીઆઈ તપાસ પર રોક લગાવવાની રિટ ફગાવી દીધી : સ્વતંત્ર એજન્સી દ્વારા આ પ્રકારના આક્ષેપોની તપાસની જરૂર છે - સુપ્રિમકોર્ટ

નવી દિલ્હી : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબિરસિંઘે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપો અંગે સીબીઆઇની તપાસ માગતી અરજી કરી હતી. જેના ઉપર મહારાષ્ટ્ર હાઇકોર્ટે સીબીઆઇને ૧૫ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપવા જણાવેલ.

સીબીઆઇની તપાસમાં રોજેરોજ નવા વિસ્ફોટો બહાર આવતા જાય છે. દરમિયાન મહારાષ્ટ્રની શ્રી ઉદ્ધવ ઠાકરે સરકારે આ હુકમના અમલ સામે મનાઈહુકમ માંગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જે અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.

પરમ વીર સિંઘે દેશમુખ વિરુદ્ધ આક્ષેપો કરતા જણાવેલ કે દેશમુખે પોલીસ ઓફિસર સચિન વાઝેને ૧૦૦ કરોડ રૂપિયા દર મહિને ઉઘરાવવાનું કહ્યું છે. આ પછી શ્રી ઉદ્ધવ ઠાકરે સરકારના બીજા પ્રધાનો વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપો બહાર આવ્યા છે.

(4:50 pm IST)