Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

૧૫ દિવસમાં વધુ બે પ્રધાનો રાજીનામા આપશે : લોકડાઉન માટે મહારાષ્ટ્ર ફીટ કેસ : ભાજપ નેતાનો દાવો : વધુ એક પ્રધાને કોન્ટ્રાકટરો પાસેથી પૈસા વસૂલવા કહયાનો સચિન વાઝેનો વિસ્ફોટ

મુંબઈ મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના વડા ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો છે કે આગામી પંદર દિવસમાં ઉદ્ધવ ઠાકરે સરકારના વધુ બે રાજ્ય પ્રધાનો રાજીનામાં આપશે અને મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન માટેનો ફીટ કેસ છે. સસ્પેન્ડ થયેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર સચિન વાઝેએ તપાસનીસ સંસ્થા એન.આઈ.એ.ને પત્ર લખી એવો દાવો કર્યો હતો કે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે નોકરી ઉપર ચાલુ રાખવા માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને મહારાષ્ટ્રના બીજા એક પ્રધાન અનિલ પરબે કોન્ટ્રાકટરો પાસેથી નાણાં એકત્ર કરવા માટે કહ્યું હતું. આ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં કોરોના કરતાં પણ વધુ મોટો ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મોટા પાયે રાજકીય ધડાકા તોળાઇ રહ્યાના નિર્દેશ મળે છે.

(4:15 pm IST)