Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કેન્યાનું નૈરોબી દુનિયાના સૌથી સુંદર સ્થળોમાંથી એક

કફર્યૂ અને લોકડાઉનના ત્રાસથી મુકિત મળશે : ઘણા દેશોમાં હજુ પણ લોકડાઉન લાગેલું છે, પરંતુ ઘણા દેશોએ પ્રવાસીઓ માટે પ્રતિબંધો હટાવી દીધા છે

નવી દિલ્હી, તા.૮: જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન લાગેલું છે, પરંતુ ઘણા દેશોએ પ્રવાસીઓ માટે પ્રતિબંધો હટાવી દીધા છે. ત્યારે જોઈએ કે કયાં દેશોમાં ભારતીય પર્યટકોને ફરવાની આઝાદી છે. કદાચ તમને વિશ્વાત્મા ફિલ્મનું દિવ્યા ભારતીનું પેલું ગીત યાદ હશે, સાત સમુંદર પાર મેં તેરી પીછે પીછે આ ગઈ આ ગીત અને મોટે ભાગે આ આખી ફિલ્મનું શૂટિંગ જે દેશમાં થયું હતું એ છે કેન્યા. એમાંય કેન્યાનું નૈરોબી શહેર દુનિયાના સૌથી સુંદર અને આહલાદક સ્થળોમાંથી એક છે. મોકે મળે તો એકવાર અહીં જરૂર જવું જોઈએ. સુંદર દરિયો, ઝરણાં, ગ્રેન્ડ કેન્યન અને નિયાગ્રા ફોલ્સ આ બધું તમને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મળશે. લાઈફમાં એકવાર તો અમેરિકા જવાનું સપનું લગભગ દરેકનું હોય છે.

 જો તમે પણ અમેરિકા જવાનું વિચાર્યું છે તો હાલ તેની તૈયારી કરી શકો છો. જ્યાં તમારે કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને જવું પડશે. યૂક્રેનમાં પણ તમને એવું વાતાવરણ અને એવા નજારા જોવા મળશે કે, તમને એમ થશે કે અહીં જ રોકાઈ જઈએ. અહીં અનેક એવી જગ્યાઓ છે જ્યાં જઈને મને મનની શાંતિ મળશે. બુર્જ ખલીફાથી લઈને શાનદાર શોપિંગ મોલ સુધી, યૂએઈના દુબઈમાં તે બધુ જ છે. જ્યાં તમે રજાઓની પૂરેપૂરી મજા માણી શકો છો. કોરોના મહામારી વધતાં અહીં આવતા અન્ય દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. જો કે હવે તમારે રાહ જોવાની જરૂર નથી.

જો તમે આ પરિસ્થિતિમાં દુબઈ જવાનું વિચારી રહ્યા છો તો તમારે ૭૨ કલાક પહેલાં કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. સસ્તી શોપિંગ, પાર્ટી કરવા માટેની શાનદાર જગ્યા, સુંદર સંસ્કૃતિ અને બીચ જો તમે આ તમામ વસ્તુઓનો એક સ્થળ પર અનુભવ કરવા માગો છો તો થાઈલેન્ડથી સારી જગ્યા એકપણ નથી. ઘણા સમયથી ચાલી રહેલા કોરોનાના કારણે કંટાળ્યા છો તો ફરવા માટે તમે થાઈલેન્ડ જઈ શકો છો. જો કે, આ દેશમાં ફરવા જતાં પહેલાં તમારે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવવાનો રહેશે. દરેક નેચર લવરનું સપનું એકવાર સાઉથ આફ્રિકા ફરવાનું હોય છે.

જો કોરોનાના કારણે તમારું આ સપનું અધુરું રહી ગયું છે તો ચિંતા ન કરો. કેમ કે, હવે તમે આરામથી સાઉથ આફ્રિકા ફરવાનો પ્લાન બનાવી શકો છો. ઐતિહાસિક સ્થળે ફરવાની સાથે સાથે એડવાન્ચરના પણ શોખિન છો તો શ્રીલંકાથી સારી જગ્યા કોઈ નથી. શ્રીલંકાની ખુબસુરતી દરેક લોકોને દિવાના કરી દે છે. જો તમે વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો તો શ્રીલંકા જઈ શકો છો. રશિયાની વોડકા અને ઠંડી આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે આ સુંદર દેશ ફરી એકવાર ભારતીય પ્રવાસીઓ માટે ખુલી ગયો છે. ત્યાં જતાં પહેલાં કોરોના નેગેટિવ રિપોર્ટ જોડે રાખવો જરૂરી રહેશે.

પાડોસી દેશ નેપાળનો પ્રવાસ કરવો સરળ છે. જો કે, કોરોના મહામારીના કારણે પ્રવાસીઓ માટે રોક લગાવી હતી. હાલ આ તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. માટે તમે નેપાળમાં પહાડો અને કુદરતના અનન્ય નજારો માણવા માટે ત્યાં જઈ શકો છો. જો તમે દિલ-દિમાગ અને બોડીને રિલેક્સ કરવા માગો છો તો આ માટે માલદીવ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. માલદીવના સુંદર બીચ અને આકર્ષક નજારો તમારો મૂડ ફ્રેશ કરી દે તેવો છે. જો વેકેશન પ્લાન કરી રહ્યા છો તો તમે ચોક્કસથી માલદીવની પસંદગી કરી શકો છો.

(3:46 pm IST)
  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST

  • રાજકોટમાં વધુ બે આરટીપીસીઆર મશીન માટે મંજૂરી આપતા મુખ્યમંત્રી : રાજકોટની ભટ્ટ લેબોરેટરીને પણ વધુ મશીન અંગે મંજૂરી : ટૂંક સમયમાં વેઈટીંગ લીસ્ટ નીકળી જશે : કલેકટર રેમ્યા મોહનની અકિલા સાથે વાતચીત access_time 12:01 pm IST