Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વોટ્સએપના માલીક ઝુકરબર્ગ પ્રતિસ્પર્ધી એપ 'સિગ્નલ' ઉપર કરે છે ભરોસો

પ્રાયવસી લીકઃ ફેસબુકના પ૩.૩ કરોડ યુઝર્સના ડેટા લીક થયેલઃ સિગ્નલ એપ સૌથી વધુ સુરક્ષીત મનાય છે

નવી દિલ્હી તા. ૮: ભારત સહિત આખી દુનિયાના કરોડો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરતા હોય પણ વોટ્સએપના માલીક આ એપનો ચેટીંગ માટે ઉપયોગ નથી કરતા.

હાલમાં જ ફેસબુકના પ૩.૩ કરોડ યુઝર્સ ડેટા લીક થતા ખુલાસો થયેલ કે ઝુકરબર્ગ પોતે પ્રતિર્સ્પધી એપ સીગ્નલનો ઉપયોગ કરે છે

સીકયોરીટી રિસર્ચરે ખુલાસો કરેલ કે ઝુકરબર્ગ લીક થયેલ ફોન નંબરથી સિગ્નલનો ઉપયોગ કરે છે. જેના દ્વારા પોતાની પ્રાયવસીનું ધ્યાન રાખી રહ્યા છે.

સિકયોરીટી એકસપર્ટ ડેવ વોકરે ટવીટર ઉપર ઝુકરબર્ગના લીક થયેલ નંબરનો સ્ક્રીન શોટ પોસ્ટ કર્યો છે.

આવી રીતે ચેક કરી શકાય તમારો ડેટા લીક થયો છે કે નહિં

. સૌ પ્રથમ haveibeenpwned.com વેબસાઇટ ઉપર જાવ.

. જે ઇ-મેલ આઇડીથી ફેસબુક લોગઇન કરો છે તે એન્ટર કરો.

. ઇ-મેલ આઇડી એન્ટર કર્યા બાદ pwned  બટન કલીક કરો.

. તમારો ડેટા લીક થયો છે કે નહિં તે જાણી શકાશે.

. ડેટા લીક થયો હોય તો પાસવર્ડ સિકયોરીટી સ્ટેપ્સ દ્વારા સેફ કરી શકાશે.

મોબાઇલ નંબર રીમુવ કરી શકાય

. સૌ પ્રથમ ફેસબુક એપ ઓપન કરી ઉપરની તરફના ૩ ડોટેડ લાઇન કલીક કરો.

. જેમાં એકાઉન્ટ સેન્ટીંગમાં જઇ જનરલ ઓપ્શન પછી ફોન નંબર સિલેકટ કરો.

. ત્યાર બાદ રિમુવ ફ્રોમ યોર એકાઉન્ટને તમારો નંબર સીલેકટ કર્યા પછી કલીક કરો.

. ત્યારબાદ તમારા એકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરો. એકાઉન્ટ વેરીફાય થતા જ નંબર રીમુવ થઇ જશે.

(3:45 pm IST)