Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સૈનિકની વિધવાને ૭૦ વર્ષ પછી મળ્યું પેન્શન

૧૯પરમાં સૈનિકે કરી હતી આત્મહત્યા

પિથૌરાગઢ : એક સૈનિકની વિધવા પારૂલીદેવીને લગભગ ૭૦ વર્ષ પછી પેન્શન મળી શકયું છે. લગ્નના બે મહિના પછી તેના સૈનિક પતિએ ૧૯પરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તે ૧ર વર્ષની હતી. વરસો પસાર થતા ગયા પણ તેને સૈનિકની વિધવા પેન્શન આખરે ૭૦ વર્ષ પછી હવે ચુકાદો આવ્યો છે કે પારુલી દેવીને ૮ર વર્ષની ઉંમરે વિધવા પેન્શન મળશે.

રિટાયર્ડ આસીસ્ટન્ટ ટ્રેઝરી ઓફિસર દિલીપસિંહે જણાવ્યું કે અહીં ઘણાં લોકો પેન્શન પ્રણાલી બાબતે નથી જાણતા ખાસ કરીને સૈનિકોની વિધવાઓને આ અંગે કંઇ ખબર નથી હોતી. એટલે તે લાભથી વંચિત રહી જાય છે. પારૂલી દેવીનો કેસ બહુ જુનો થઇ ચુકયો હતો. તેનો પતિ યુધ્ધમાંં અથવા પોસ્ટીંગ દરમ્યાન નહોતોે મર્યો, સૈનિક કલ્યાણ વિભાગના પહેલાના મોત થાય તો તેની વિધવાને પેન્શન અપાય છે. કુદરતી મોતના કિસ્સામાં કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે. પારૂલીના પતિનું મોત આ ત્રણમાંથી એકપણ કારણે નહોતું થયું એટલે તેને પેન્શન માટે હકકદાર ન ગણવામાં આવી.

આવા જ એક અન્ય કેસમાં એક મહિલાની કોર્ટમાં જીત થયા પછી પારૂલી દેવી માટે પેન્શનનો રસ્તો ખુલ્યો હતો. કોર્ટે ૧૯૮પમાં તે મહિલાની તરફેણમાં ચુકાદો આપયો હતો. આ ચુકાદા અંગે કુમાઉ રેજીમેન્ટ સેન્ટર સાથે પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો અને છેવટે સાત વર્ષના પત્ર વહેવાર પછી આ મહિલાને પેન્શન માટે હકકદાર ગણવામાં આવી હતી.

(3:45 pm IST)