Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કેસના ચુકાદા આપવામાં મદદ કરશે રોબોટ

જજો માટે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ પોર્ટલ 'સૂપેસ' તૈયાર

નવી દિલ્હી તા. ૮ : કોર્ટમાં કેસના ચૂકાદાઓ આપવામાં રોબોટ હવે મદદગાર બનશે. સુપ્રીમ કોર્ટની આ પહેલ અનુસાર હવે કેસની બારીકી, આદેશ અને પહેલાથી નિર્ણીત કરાયેલ કાયદાકીય પોઇન્ટસ શોધવા માટે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરાશે.

ન્યાય વિભાગમાં એઆઇનો ઉપયોગ કરવાનો આ પહેલો અવસર છે. એઆઇનું પોર્ટલ નામ 'સૂપેસ' (સુપ્રીમ કોર્ટ પોર્ટલ ફોર આસીસ્ટન્સ ઇન કોર્ટ એફીશ્યન્સ) રાખવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યું કે, અમે સૂપેસના ચેટબોટ (ચેટ રોબોટ)નો ઉપયોગ ન્યાયિક નિર્ણય લેવામાં નહીં કરીએ. આ પોર્ટલથી સમય અને સંસાધનની બચત થશે. કેસ ઝડપથી પતશે, તેમણે બધી હાઇકોર્ટોને આનો ઉપયોગ કરીને ક્ષમતા વધારવા કહ્યું હતું.

તેમણે કહ્યું કે, ચુકાદાઓ તો જજ પોતાની બુધ્ધિમતા અને વિવેકાધિકારથી જ આપશે. આનાથી રજીસ્ટ્રાર સ્ટાફની નોકરી નહીં જાય. તેમની છંટણી પણ નહીં થાય. આનાથી તેમની કામ કરવાની ક્ષમતા વધશે, તેઓ ઓછા સમયમાં વધુ કામ કરી શકશે.(૨૧.૧૬)

કેવી રીતે કામ કરશે

ચેટબોટમાં જજ સવાલ અને કાયદાકીય પોઇન્ટ અંગે પૂછશે ચેટબોટ તેનું વિશ્લેષણ અને ગણત્રી કરીને તરત જવાબ આપશે. આનાથી તેને શોધવામાં લાગતો સમય બચશે. જાપાન જેવા દેશોમાં આનાથી કામ થઇ રહ્યું છે.

(12:47 pm IST)