Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

બોયફ્રેન્ડ પણ એક : જુડવા બહેનોની રસપ્રદ કહાની

'દો જિસ્મ એક જાન' વાળી જુડવા બહેનો : સાથે ખાવું-પીવું અને એક જ સમયે પ્રેગનેન્ટ થવાની ઇચ્છા

નવી દિલ્હી તા. ૮ : જુડવા ભાઇ અને બહેનની કહાની તો તમે સાંભળી હશે. તેની કહાનીઓ અત્યંત રસપ્રદ હોય છે. કારણ કે બંનેમાં સમાનતાઓ જોવા મળે છે. અનેકવાર તો લોકો તેના વિશે જાણીને હેરાન રહે છે પરંતુ આજે તમે એક જુડવા બહેન વિશે એ જણાવાનું છે કે જે તમે સાંભળી ના હોય. આ બંને બહેનોની એવી ઇચ્છા છે જેના વિશે જાણીને લોકો આશ્ચર્ય થયા છે. આ બહેનો ફકત સાથે જમે અને ઉંઘે છે અને સાથે બાથરૂમ પણ જાય છે અને એક સાથે પ્રેગનેન્ટ પણ થવા માંગે છે.

આ કહાની છે ઓસ્ટ્રેલિયાની રહેતી જુડવા બહેનો એના અને લૂસી ડિસીંકની બંને હવે ઉંમરના એ પડાવ પર પહોંચી ચુકયા છે જ્યાં જિંદગીનો નિર્ણય તે ખૂદ કરી શકે છે પરંતુ તેમાં એક ખાસિયત એ છે કે, બંને બહેનો જે પણ નિર્ણય છે. તેમાં કોઇ અંતર હોતું નથી એટલે તો એ બંને બહેનો સાથે જમે છે, સાથે ઉંઘે છે અને સાથે બાથરૂમ જાય છે, સાથે ન્હાવા જાય છે અને તેના બોયફ્રેન્ડ પણ એક જ છે. હવે બંને બહેનો બધુ જ સાથે જ કરવા ઇચ્છે છે. તેમાં બંનેમાં કોઇ પણ વસ્તુ અંગે કયારેથી કોઇ સમસ્યા થઇ નથી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન બહેનોએ કહ્યું કે અમે બધુ જ સાથે જ કરવા ઇચ્છીએ છીએ. અમને બંનેને એક સાથે એક જ વ્યકિત સાથે પ્રેમ થયો. અમે બંને તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છીએ છીએ.

(12:46 pm IST)