Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુપ્રિમ કોર્ટની આકરી ટિપ્પણી

દરેક વેપારીને દગાબાજ ગણવા વ્યાજબી નથી

નવી દિલ્હી તા. ૮ : સુપ્રીમ કોર્ટે જીએસટી સાથે સંકળાયેલ ઓથોરીટીઓ દ્વારા કાયદો લાગુ કરવાની રીત ભાતો પર સખત ટીકા કરી છે. કોર્ટે કહ્યું કે, દરેક વેપારી અને વેપારને ધોખેબાજ માનવો બિલકુલ યોગ્ય નથી. જસ્ટીસ ચંદ્રચુડ અને એમ.આર.શાહની બેંચે કહ્યું કે દેશની સંસદે જીએસટીને સામાન્ય કરદાતા માટે હિતકારણ ટેક્ષ પ્રણાલીના રૂપમાં પાસ કરી હતી. પણ ટેક્ષ અધિકારીઓ જે પ્રકારે તેને લાગુ કરી રહ્યા છે, તેનાથી આનો મૂળ ઉદ્દેશ જ ખતમ થઇ જાય છે.

હિમાચલ પ્રદેશ જીએસટી કાનૂન હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ એટલે કે તપાસ પહેલા જ સંપત્તિ જપ્ત કરવાના અધિકાર પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જીએસટી ઓથોરીટીને ખખડાવી નાખી હતી. રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની અરજી પર સુનાવણી કરતા બેંચે કહ્યું કે, પ્રોવિઝનલ એટેચમેન્ટની વ્યવસ્થા બહુ કઠોર છે. જીએસટી અધિકારી ફકત શંકાના આધાર પર કોઇની સંપત્તિ જપ્ત કરવાનું પગલું ન લઇ શકે.

રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝે અરજીમાં કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશ જીએસટી કાનૂનની કલમ ૮૩ હેઠળ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર અત્યંત ક્રુર છે. આ કલમ હેઠળ વિચારાધીન ટેક્ષ કેસોમાં જીએસટી અધિકારીઓને કંપનીના બેંક ખાતા અથવા તેમાં આવનારી રકમ સહિત કોઇપણ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે. જીએસટી અધિકારીઓ આનો ઉપયોગ ફકત એટલા માટે કરે છે કે કેસ તેમની ફેવરમાં ન આવે તો ટેક્ષની વસૂલાત આનાથી કરી શકાય. હિમાચલ હાઇકોર્ટ આ કલમ રદ્દ કરવાની કંપનીની અરજીને ફગાવી ચૂકી છે. ત્યાર પછી કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમે સુનાવણી દરમિયાન કહ્યું કે, દેશે આ ટેક્ષ સંસ્કૃતિની માનસિકતામાંથી બહાર નિકળવું જ પડશે કે બધા વેપારીઓ બેઇમાન હોય છે. જો ૧૨ કરોડ રૂપિયા ટેક્ષ ચૂકવાઇ ગયો હોય અને થોડો જ બાકી હોય તો તે પરિસ્થિતિમાં ટેક્ષ અધિકારીઓ કોઇ કંપનીની સંપત્તિ જપ્ત કરવા પાછળ ન પડી શકે. બંને પક્ષોની દલીલો પછી કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખી લીધો છે.

(11:35 am IST)
  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST

  • રાજકોટ શહેર - જીલ્લામાં હાલ ૩૨૦૦ બેડ ઉપલબ્ધ : તેમાંથી ૪૦૦થી વધુ ખાલી : ૭૨ કલાકમાં ઓક્સિજનવાળા વધુ ૭૦૦ બેડ વધશે : રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો સરકારીમાં ૫૦૦૦ અને પ્રાઈવેટમાં ૨૦૦૦નો છે : ઓક્સિજન - વેન્ટીલેટર પૂરતા છે : રાજકોટ - જીલ્લાના કોઈપણ દર્દીને રેમડેસીવીર ઈન્જેકશનની તકલીફ નહિં પડે : પત્ર્કારો સાથેની વાતચીતમાં રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનની ભારપૂર્વકની ખાત્રી : લોકો ગભરાય નહિં : વેન્ટીલેટરનો જથ્થો પણ ૩૦૦થી વધુ છે : રાજકોટના મોટા ધાર્મિક સ્થળો ઉપર ભીડ ઍકઠી ન થાય તે જાવા અપીલ : આવા મંદિરોના વડાઓને બોલાવાયા access_time 11:59 am IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST