Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઇફકોએ ડીએપી ખાતરની બેગના ૧૨૦૦ રૂપિયાથી વધારી ૧૯૦૦ કર્યા

એનપીકે ખાતરમાં ૬૧૫નો વધારી કરી નવો ભાવ ૧૭૭૫ રૂપિયા કરાયો, ટેકાના ભાવો ન મળતાં પરેશાન ખેડૂતની મુશ્કેલીમાં વધારો

નવી દિલ્હી,તા. ૮: ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. પોષણક્ષમ ભાવોને લઈ મુશકેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને ઈફકોએ ભાવ વધારા રૂપે લપડાક મારી છે. ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. પોષણક્ષમ ભાવોને લઈ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને ઈફ્કોએ ભાવ વધારા રૂપે લપડાક મારી છે. ડીએપી ખાતરના ભાવો જે અગાઉ ૧૨૦૦ રૂપિયા હતા તે વધારીને સીધા ૧૯૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો એનપીકે ખાતરના ભાવોમાં પણ જૂના ભાવમાં ૬૧૫ રૂપિયાનો કમરતોડ વધારો કરતાં ૧૭૭૫થી૧૮૦૦ કરવામાં આવ્યા છે.

ઈફકોના અધધ ભાવ વધારો સામે આવતાની સાથે ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતોમાં આ નિર્ણય સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજથી ખેડૂતો પર વધુ એક બોજ પડ્યો છે. ડીએપી, એએસપી અને એનપીકેના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરના ભાવમાં ૭૦૦ રૂપિયા તથા એએસપી ખાતરના ભાવમાં ૩૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે એનપીકે ખાતરના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પહેલા ડીએપી ખાતરનો ભાવ ૧૨૦૦ રૂપિયા હતો જે હવે વધીને ૧૯૦૦ રૂપિયા થઈ ગયો છે. તો એએસપીનું ખાતર ૯૭૫ની જગ્યાએ ૧૩૫૦માં મળશે. એનપીકેમાં ૧ રઃ ૩ ર ૩ : ૧૬ માં ૧૧૮૫ની જગ્યાએ ૧૮૦૦ રૂપિયા થયા. રૂપિયા ૬૧૫ નો વધારો થયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહે છે તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સંખ્યાબંધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોના માથે ખાતારના ભાવ વધારાનો નવો માર પડ્યો છે. કોરોનાની સ્થિતિમાં માંડ પુરૂ કરતા ખેડૂતો આ ભાવ વધારાથી વધુ પાયમાલી તરફ ધકેલાશે તેમાં બેમત નથી.

(10:21 am IST)