Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો : સૂર્ય પ્રકાશના હાજર અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા યુવી સેનિટાઇઝર્સ કોરોનાને મારી શકે છે

નવી દિલ્હી : ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સૂર્ય પ્રકારની હાજરીમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા યુવી સેનિટાઇઝર્સ કોરોનાને મારી શકે છે. જોઇએ વિગતે

વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસને રોકવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં કોરોના વાયરસને દૂર કરવા માટેની ઘણી ટીપ્સથી ભરેલ છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે, સૂર્યપ્રકાશમાં હાજર અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા યુવી સેનિટાઇઝર્સ કોરોનાને મારી શકે છે.

જો કે એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે, સૂર્યપ્રકાશ આઠ ગણો ઝડપથી કોવિડ-19 વાયરસનો નાશ કરવામાં સક્ષમ છે. સંશોધનકારોએ સાર્સ-કોવ-2 વાયરસને નિષ્ક્રિય કરવા માટે સૂર્યપ્રકાશની અસરકારકતાની તપાસ કરી. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી, તેને નિષ્ક્રિય કરવા અને તેની અસરો ઘટાડવા માટે અનેક ધારણાઓ વિકસાવવામાં આવી છે. જેમા ઘણી વિજ્ઞાન-સમર્થિત મેનેજમેન્ટ વિભાવનાઓ આજે પણ યથાવત છે, જેમ કે સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવાથી વાયરસનાં લિપિડ મેમ્બ્રેન ખોરવાય છે. જર્નલ ઓફ ઇફેક્શિયસ ડિસીઝનાં એક પત્રમાં, યુસી સાન્તા બાર્બરા, ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને ઈટીએચ ઝ્યુરિખનાં સંશોધકોની એક ટીમે સૂર્યપ્રકાશની અસરોની તપાસ કરી. તારણોમાં જાણવા મળ્યું છે કે, વાયરસનો નાશ કરવામાં સૂર્યપ્રકાશ આઠ ગણો અસરકારક છે.

 

સંશોધનકારોએ જુલાઈ 2020 માં હાથ ધરવામાં આવેલા પ્રયોગશાળાનાં અભ્યાસનાં ડેટાનું વિશ્લેષણ કર્યું અને તેની તુલના સૌર વિકિરણ દ્વારા કોરોના નિષ્ક્રિય કરવાના સિદ્ધાંતનાં આધારે તાજેતરનાં અભ્યાસ સાથે કરી. અભ્યાસનાં મુખ્ય લેખક પાઓલો લુજત્ટો-ફેગિજે જણાવ્યું કે સિદ્ધાંત માને છે કે યૂવી-બી કિરણોથી અથડાઇને વાયરસનાં આર.એન.એ. નિષ્ક્રિય થઇ જાય છે. પત્ર મુજબ, પ્રયોગોને લગભગ 10-20 મિનિટનાં વાયરસ નિષ્ક્રિયતાનું પ્રદર્શન કર્યુ. પ્રયોગોમાં, યુવી-બી લેમ્પનાં સંપર્કમાં કરતા સિમ્યુલેટેડ લાળમાં વાયરસ આઠ ગણા ઝડપથી નિષ્ક્રિય થયો હતો. લુજાટો અને તેના સહયોગીઓએ દલીલ કરી હતી કે, યુવી-બી કિરણો દ્વારા આરએનએ નિષ્ક્રિયતાને બાદ કરતાં બીજી એક પદ્ધતિ હોઇ શકે. ઉદાહરણ તરીકે, યુવી-એ પહેલા વિચારાયેલા કરતા વધુ સક્રિય ભૂમિકા ભજવી શકે છે.

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયેઅમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.

(12:00 am IST)