Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રામ મંદિર વિરૂધ્ધ બોલનારા પીએફઆઇના નેતા મોહમ્મદ નદીમના આગોતરા જામીન હાઇકોર્ટની લખનઉ બેન્ચે ફગાદી દીધા

લખનઉ : રામ મંદિર વિરૂધ્ધ બોલનારા પીએફઆઇના નેતા મોહમ્મદ નદીના આગોતરા હાઇકોર્ટની લખનઉ બેંચે ફગાવી દીધા છે.

આ અંગેની વિગતો જોઇએ તો

અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની આધારસિળા રાખા વિરૂદ્ધ બારાબંકીના કુર્સી વિસ્તારમાં ભાષણ આપતા ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવાના આરોપમાં પીએફઆઈના સક્રિય નેતા મોહમ્મદ નદીમના આગોતરા જામીન ફગાવી દીધા છે. પોતાના આદેશમાં જજ ચંદ્રધારી સિંહે કહ્યું કે, બંધારણમાં આપવામાં આવેલ બોલવાના અધિકારનો એ મતલબ નથી કે તમે બીજા ધર્મ અથવા સમુદાય વિરૂદ્ધ બોલો અને તેનાથી કોઈની ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવામાં આવે.

આદેશ કોર્ટે મોહમ્મદ નદીમ તરફતી દાખલ કરવામાં આવેલ આગોતરા જામીન અરજી પર આપ્યો છે. અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ રાજેશ કુમાર સિંહે કહ્યું કે, આરોપી વિરૂદ્ધ પુરતા સાક્ષી સામે આવ્યા છે કે તે પીએફઆઈના સક્રિય નેતા છે અને અન્ય ધર્મના લોકોને ભડકાવનાર ભાષણ આપ્યા છે. સિંહે કોર્ટને એ પણ કહ્યું કે, પહેલા પણ આરોપીએ આ પ્રકારના અપરાધ કર્યા છે. જણાવે કે, બારાબંકીની કુર્સી પોલીસે આરોપી નદીમ વિરૂદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવા અને રામ મંદિર વિરૂદ્ધ જેમતેમ બોલવાના કેસમાં આઈપીસીની કલમ 153એ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

નોંધનીય છે કે, નાગરિકાત સંશોધન અધિનિયમ વિરૂદ્ધ રાજ્યના અનેક જિલ્લામાં હિંસા અને હિંસક પ્રદર્શન થયા હતા. લખનઉમાં હિંસા ભડકાવવામાં પીએફઆઈ સંગઠનનું નામ સામે આવ્યુ હતું જેમાં બે સભ્ય બારાબંકીના મૂળ નિવાસી હતી. કુર્સી પોલીસ સ્ટેશનના ગૌરહાર મજરે બહરૌલીના નદીમની ધરપકડ કરવામાં આવી હતી. તે આ સંગઠનનો કોષાષ્યક્ષ હોવાનું કહેવાય છે. 15 ઓગસ્ટ 2010ની સાજે સફરદરગંજના રામપુર ગામમાં પીએફઆઈ સંગઠનના પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનું કામ કર્યું હતું. તેમાં પોલીસે બે લોકો પર દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો. વર્ષ 2019માં મસૌલી અને મોહમ્મદપુરખાલાના કેટલાક વિસ્તારમાં ફરીથી આ સંગઠને પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે, ઇન્ટેલીજન્સ એજન્સી મારફતે સમગ્ર જિલ્લામાં આ સંગઠનના નેટવર્કને શોધવામાં આવ્યું હતું. તેમાં સફદરગંજ, કુર્સી, મોહમ્મદ પુરખાલા, મસૌલી, કોતવાલી નગર, હૈદરગઢ, રામનગરમાં અંદાજે દોઢસોથી વધારે પીએફઆઈ સભ્ય અને પદાધિકારીની ઓળખ કરવામાં આવી હતી.

(12:00 am IST)
  • રાજકોટમાં વધુ બે આરટીપીસીઆર મશીન માટે મંજૂરી આપતા મુખ્યમંત્રી : રાજકોટની ભટ્ટ લેબોરેટરીને પણ વધુ મશીન અંગે મંજૂરી : ટૂંક સમયમાં વેઈટીંગ લીસ્ટ નીકળી જશે : કલેકટર રેમ્યા મોહનની અકિલા સાથે વાતચીત access_time 12:01 pm IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST