Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો ભયંકર ભરડો : 24 કલાકમાં 59,907 નવા પોઝીટીવ કેસ: 322 દર્દીઓના મોત

એકલા મુંબઈમાં જ છેલ્લા 24 કલાકમાં 10,428 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો

મુંબઈ : મહારાષ્ટ્ર્રમાં કોરોનાનાં નવા કેસો ભયંકર રીતે વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 9 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 59907 લોકોને કોરોના ચેપ લાગ્યો છે, જે એક જ દિવસમાં રાજ્યનો સૌથી વધુ કેસ છે છેલ્લા 24 કલાકમાં, 322 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

એકલા મુંબઈમાં જ છેલ્લા 24 કલાકમાં 10,428 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને 23 લોકોનાં મોત નીપજ્યાં છે. અમને જણાવી દઈએ કે રવિવારે રાજ્યમાં ચેપના 57,074 નવા કેસ નોંધાયા છે. જે કોઈ પણ દિવસે રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં હતો. મહારાષ્ટ્રમાં મંગળવારે 55 હજાર 469 લોકોને સોમવારે કોરોના વાયરસથી 47 હજાર 288 લોકોને ચેપ લાગ્યો હતો

(12:00 am IST)
  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST

  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST