Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

નક્સલીઓએ લાપતા જવાનનું ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો

બીજાપુરમાં અથડામણ બાદ જવાન લાપતા થયો હતો : સુરક્ષા જવાનને શોધવાના પ્રયાસ જારી, સ્થાનિકોની સઘન પુછપરછ, સરકાર સાથે ચર્ચા માટે નક્સલીઓએ પત્ર લખ્યો

બીજાપુર, તા. ૭ : છત્તીસગઢના બીજાપુરમાં નકસલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણ બાદ સીઆરપીએફનો એક જવાન લાપતા બન્યો હતો.આ જવાન નક્સલીઓના કબ્જામાં હોવાનુ કહેવાય છે અને હવે આ શંકા વધારે મજબૂત બની છે.

કારણકે નક્સલીઓએ લાપતા જવાનની સોશિયલ મીડિયા પર એક તસવીર અપલોડ કરી છે. આ જવાનને પાછો લાવવા માટે સુરક્ષાદળો યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. લાપતા જવાનની તસવીર રિલિઝ થઈ તે પહેલા બીજાપુરના એક પત્રકારે દાવો કર્યો હતો કે, નક્સલીઓએ બે વખત મને ફોન કર્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, સીઆરપીએફનો જવાન અમારા કબ્જામાં છે. તેને ગોળી વાગી છે અને આ જવાન ઘાયલ છે અને તેને બે દિવસમાં છોડી મુકીશું. નક્સલીઓએ તેનો વિડિયો પણ બહુ જલ્દી રિલિઝ કરવા માટે કહ્યુ છે. દરમિયાન સુરક્ષાદળો જવાનને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ નક્સલીઓએ પત્ર લખીને સરકાર સાથે વાટાઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અથડામણમાં ૨૨ જવાનો શહીદ થયા બાદ દેશ હચમચી ગયો હતો.નક્સલવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી જોર પકડી રહી છે.

(12:00 am IST)
  • ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS પંકજકુમાર કોરોના સંક્રમિત થયા : યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ : અધિકારીઓમાં ફેલાયો ફફડાટ access_time 1:22 pm IST

  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST