Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : નવા 117 કેસ પોઝિટિવ : સંક્રમિતોનોઆંકડો 1135એ પહોંચ્યો: 72 લોકોના મોત

 

પુણેઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસએ  હાહાકાર મચાવ્યો છે દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમા નોંધાયા છે પુણેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 8 લોકોના મોત થયા છે. સાથે પુણેમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 16 થઈ ગઈ છે. સસૂન હોસ્પિટલમાં અત્યાર સુધી 11 મોત થયા છે. ઔંધમાં એક, દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 1, નાયડૂ હોસ્પિટલમાં 1, નોબલ હોસ્પિટલમાં 1, ઇનામદાર હોસ્પિટલમાં 1 મોત થયું છે.

મહારાષ્ટ્રમાં કુલ 1135 કોરોના પીડિતોની સંખ્યા છે અને અહીં 117 નવા મામલા સામે આવ્યા છે. તો સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, નવા મામલામાં 72 માત્ર મુંબઈમાં છે. રાજ્યમાં સંક્રમણથી કુલ મૃતકોની સંખ્યા 72 થઈ ગઈ છે.

અધિકારીએ જણાવ્યું કે, 117 નવા મામલા વધવાની સાથે અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1135 થઈ ગઈ છે. 8 લોકોના મોતની સાથે કુલ સંખ્યા 72 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, નવા 117 મામલામાં 72 મુંબઈ અને 36 મામલા પુણેના છે

(11:55 pm IST)