Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મુંબઈમાં કોરોનાગ્રસ્ત મહિલાના મોત બાદ મેડિકલ સ્ટાફે આઇસોલેટ થવાની માંગ કરી : પી,પી,ઈ,ની ગુણવતા પર ઉઠાવ્યા સવાલ

 

મુંબઈ : મહારાષ્ટ્રની મુંબઇની એક હોસ્પિટલના મેડિકલ સ્ટાફે કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોરોના ચેપગ્રસ્ત મહિલાના મૃત્યુ પછી, તેના સંપર્કમાં આવેલા નર્સો અને કર્મચારીઓએ આઇસોલેટ થવાની માંગ કરી છે. બાન્દ્રા વેસ્ટના કેબી ભાભા મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના નર્સો, પેરામેડિક્સ સ્ટાફ, મેડિકલ સ્ટાફે તેમને આપવામાં આવેલા પી.પી.ઈ. ની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

(10:52 pm IST)