Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભારતમાં કોરોના કેસની સંખ્યા વધી ૫,૭૦૦ સુધી પહોંચી ગઇ

મોતનો આંકડો ૧૫૦ સુધી પહોંચી ચુક્યો, કેટલાક હજુ ગંભીર : કોરોનાના ફેલાવાને રોકવા માટે હાલમાં દેશભરમાં ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો જારી : દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત

નવી દિલ્હી, તા.૮ : ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સરકારના આંકડા મુજબ કોરોનાના કેસોની સંખ્યા વધીને ૫૭૦૦ સુધી પહોંચી ગઇ છે. જ્યારે ૧૫૦થી વધારે લોકોના કોરોનાના કારણે મોત થઇ ચુક્યા છે. આજે યુપીમાં કેસોની સંખ્યા વધીને ૩૪૩, ઉત્તરાખંડમાં ૩૩, પંજાબમાં ૧૦૬, કેરળમાં ૩૪૫, કર્ણાટકમાં ૧૮૧, તમિળનાડુમાં ૭૩૮ અને કાશ્મીરમાં ૧૩૯ પર પહોંચી હતી. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં હવે બહાર નિકળતી વેળા માસ્ક પહેરવાની બાબત ફરજિયાત કરાઈ છે. કેસોની સંખ્યામાં જુદા જુદા રાજ્યોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. કોરોનાની ચેઇન તોડવા માટેની જરૂર દેખાઇ રહી છે. કેસોની સંખ્યામાં ઝડપી વધારો દેશમાં હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે પણ થઇ રહ્યો છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. આ સપ્તાહ નિર્ણાયક થઇ શકે છે તેવી વાત આવી રહી છે. કોરોના વાયરસે ૩૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.

 

            જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. સરેરાશ ૪૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.  ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી.  ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. તમિળનાડુમાં પણ કેસોની સંખ્યા ૬૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. સારી બાબત એ છે કે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૩૨૬ ઉપર પહોંચી છે.મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. તમિળનાડુ, તેલંગણા, કેરળમા પણ કોરોનાના કારણે કેસોની સંખ્યા અનેક ગણી વધી રહી છે. મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં પહોંચેલા લોકોના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં કેસો મળી ચુક્યા છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં અહીં હાજરી આપીને પહોંચેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે.

દિલ્હી, રાજસ્થાન, તેલંગાણામાં પણ આંકડો વધ્યો છે. ભારતમાં ખતરનાક વાયરસના કારણે કેસોની સંખ્યા વધી રહી છે.  માનવામાં આવે છે કે તબલીગી જમાતના કારણે આવનાર દિવસોમાં દિલ્હીની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. મહારાષ્ટ્રમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે.દેશના જુદા જુદા ભાગોમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો સંખ્યા સતત વધી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી  વધારે હાલત ખરાબ છે. તમિળનાડુમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વના દેશોની સાથે સાથે ભારતમાં પણ કેસોની સંખ્યામાં નોધપાત્ર વધારો છેલ્લા કેટલાક દિવસથી થઇ રહ્યો છે. કોરોના ચેઇનને તોડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે સફળતા ઓછી મળી રહી છે. આંધ્રપ્રદેસમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ બિલ ગેટ્સે બિહાર માટે ૧૫૦૦૦ કોરોના ટેસ્ટ કિટ આપવાની જાહેરાત કરી છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

ભારતમાં ૩૦૦થી વધારે લોકો સ્વસ્થ થયા છે

નવીદિલ્હી,તા. ૮ : ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સરકારના આંકડા મુજબ કોરોનાના કેસોની સંખ્યા વધીને ૫૭૦૦ સુધી પહોંચી ગઇ છે. જ્યારે ૧૫૦થી વધારે લોકોના કોરોનાના કારણે મોત થઇ ચુક્યા છે. કેસોની સંખ્યામાં જુદા જુદા રાજ્યોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. કોરોનાની ચેઇન તોડવા માટેની જરૂર દેખાઇ રહી છે. આજે ભારતમાં અનેક નવા કેસો જુદા જુદા રાજ્યોમાં સપાટી પર આવ્યા હતા.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૩૦૬

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૫૭૬

૦૧

ગુજરાત

૧૭૫

૦૧

હરિયાણા

૧૪૭

-

કર્ણાટક

૧૮૧

૦૦

કેરળ

૩૪૫

૦૮

મહારાષ્ટ્ર

૯૦૦

૦૩

ઓરિસ્સા

૨૦

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૫

૦૦

૧૧

પંજાબ

૧૦૬

૦૦

૧૨

રાજસ્થાન

૨૮૮

૦૨

૧૩

તેલંગાણા

૩૬૪

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૧૩૯

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૩૪૩

૦૧

૧૮

ઉત્તરાખંડ

૩૩

૦૧

૧૯

બંગાળ

૯૯

૦૦

૨૦

તમિળનાડુ

૭૩૮

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૧૬૫

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૩૨

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૭

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૨૬

૦૦

૩૧

અરૂણાચલ

૦૧

૦૦

(9:34 pm IST)