Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

એરઇન્ડિયા બાદ ઇન્ડિગોએ 30 એપ્રિલ સુધી રદ કરી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ: આપશે રિફન્ડ

ટિકિટ રદ્દ થતા જ ભાડાની રકમ ગ્રાહકના નામથી એક વૉલેટમાં એડ કરી દેશે

નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસની વધતી મુશ્કેલીને જોઇને ઇન્ડિગોએ પોતાની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને 30 એપ્રિલ સુધી કેન્સલ કરી દીધી છે. એરલાઇન્સની તરફથી મળતી જાણકારી અનુસાર, જે યાત્રીઓએ 30 એપ્રિલ સુધી કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટિકિટ બુક રાખી છે તો તેની પૈસા ક્રેડિટ શેલમાં સુરક્ષિત રાખવામાં આવશે.

એરલાઇન્સની તરફથી મળતી જાણકારી અનુસાર, જે યાત્રીઓ સફર કરવાના હતા, તેમને Credit shell ની મદદથી આગામી વર્ષ સુધી કોઇ પણ દિવસે યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકશો. યાત્રીઓએ જે દિવસે ટિકિટ બુક કરાવી હતી, ત્યારથી આગામી એક વર્ષ માટેનો સમય મળશે.

(8:56 pm IST)