Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સેંસેક્સ ૧૭૩ પોઇન્ટ ઘટી ૨૯૮૯૪ની સપાટી ઉપર

ડોલર સામે રૂપિયો ૭૬.૩૪ની સપાટી ઉપર : ટીસીએસમાં ચાર ટકા સુધીનો ઘટાડો : કોરોનાના વધતા જતાં કેસ વચ્ચે કારોબારીઓ હાલ ભારે દિશાહિન દેખાયા

મુંબઈ, તા. ૮ : શેરબજારમાં આજે નકારાત્મક માહોલ રહ્યો હતો. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે શેરબજારમાં હાલમાં ભારે અફડાતફડી રહી છે. બીએસઇ સેંસેક્સમાં આજે ૧૭૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૯૮૯૪ રહી હતી. ટીસીએસના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈના શેરમાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ સનફાર્માના શેરમાં ૫ ટકા જેટલો ઉછાળો રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૪૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૮૭૪૯ રહી હતી. બ્રોડર માર્કેટમાં બેંચમાર્ક ઇન્ડેક્સમાં અફડાતફડી રહી હતી. બીએસઈ મિડકેપમાં બે ટકાનો સુધારો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૦૯૭૬ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૮૬ ટકાનો સુધારો રહેતા તેની સપાટી ૯૯૮૦ રહી હતી. સેક્ટરલ મોરચા પર નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં સૌથી વધુ એક ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૮૦.૫૦ સપાટી રહી હતી.

           નિફ્ટી મેટલ અને આઈટી ઇન્ડેક્સમાં પણ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંકમાં ૦.૬ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૮૯૪૬ રહી હતી. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો અમેરિકી ડોલર સામે ૭૬.૩૪ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં એક દિવસની રજા બાદ ગઇકાલે મંગળવારના દિવસે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે મંગળવારના દિવસે સેંસેક્સમાં જોરદાર તેજી રહી હતી. સેંસેક્સ ૨૪૭૬ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો. સેંસેક્સની સપાટી ૩૦૦૬૭ રહી હતી. તેમાં ૮.૯૭ ટકાનો ઉછાળો રહ્યો હતો.

   નિફ્ટીમાં ૭૦૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. તેની સપાટી ૮૭૮૫ રહી હતી. તેમાં ૮.૬૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેંસેક્સમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં મોટી તેજી માટે કેટલાક કારણો દેખાઈ રહ્યા છે. કારોબાર દરમિયાન કારોબારીઓએ જંગી નાણા મેળવી લીધા હતા. શેરબજારમાં આવેલી મોટી તેજીના લીધે રોકાણકારોની સંપત્તિમાં ૬.૬૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. કારોબારીઓ આશાવાદી દેખાયા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ભારતીય માર્કેટમાંથી ૧.૧ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ પાછી ખેંચી લીધી છે.

કોરોના વાયરસ પેન્ડેમિકનો આતંક સમગ્ર વિશ્વમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે. તમામ દેશો કોરોના વાયરસને રોકવામાં લાગેલા છે પરંતુ કોઇ ઉપાય મળી રહ્યા નથી. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે, એફપીઆઈએ માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાંથી ૬૧૯૭૩ કરોડ રૂપિયા અને બોન્ડ માર્કેટમાંથી ૫૬૨૧૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ નેટ નાણાં પરત ખેંચાયેલાનો આંકડો ૧૧૮૧૮૪ કરોડ સુધી પહોંચ્યો છે.

શેરબજારમાં સ્થિતિ.....

મુંબઈ, તા. ૮ : શેરબજારમાં આજે ભારે પ્રવાહી સ્થિતિ રહી હતી. શેરબજારની સ્થિતિ આજે નીચે મુજબ રહી હતી.

બીએસઈ સેંસેક્સ ઘટ્યો................................. ૧૭૩

બીએસઈ સેંસેક્સની સપાટી....................... ૨૯૮૯૪

ટીસીએસના શેરમાં ઘટાડો............................ ૪ ટકા

સનફાર્મામાં તેજી.......................................... ૫ ટકા

નિફ્ટીમાં ઘટાડો................................... ૪૩ પોઇન્ટ

નિફ્ટીની સપાટી......................................... ૮૭૪૯

મિડકેપમાં સુધારો........................................ ૨ ટકા

મિડકેપમાં સપાટી..................................... ૧૦૯૭૬

સ્મોલકેપમાં ઉછાળો............................... ૧.૮૬ ટકા

સ્મોલકેપમાં સપાટી..................................... ૯૯૮૦

રિયાલીટી ઇન્ડેક્સમાં ઘટાડો......................... ૧ ટકા

રિયાલીટી ઇન્ડેક્સમાં સપાટી.................... ૧૮૦.૫૦

નિફ્ટી બેંકમાં ઘટાડો................................ ૦.૬ ટકા

નિફ્ટી બેંકની સપાટી................................ ૧૮૯૪૬

(7:49 pm IST)